વરસાદની તારાજીઃ દક્ષિણ ભારતના કેરળમાં પૂરના લીધે 42 ના મોત

અટલ સમાચાર, ડેસ્ક કેરળમાં આફતનો વરસાદ પડવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 42 લોકોનાં મોત થયા છે. ભારે વરસાદને જોતાં રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઇમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી પૂરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે
 
વરસાદની તારાજીઃ દક્ષિણ ભારતના કેરળમાં  પૂરના લીધે 42 ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કેરળમાં આફતનો વરસાદ પડવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 42 લોકોનાં મોત થયા છે. ભારે વરસાદને જોતાં રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઇમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી પૂરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

ભારે વરસાદના કારણે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ મુજબ, આ જિલ્લામાં ભારે વરસાદની સાથે જોરદાર પવન ફુંકાશે. ભારતીય હવામાન વિભાગે ઇદુક્કી, મુલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કેરળમાં મોટાભાગની નદીઓ અને જળાશયોના જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે.વરસાદની તારાજીઃ દક્ષિણ ભારતના કેરળમાં  પૂરના લીધે 42 ના મોત

કોચ્ચિન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટના આવન-જાવન પર રવિવાર બપોરે ત્રણ વાગ્યા સુધી રોક લગાવી દેવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ, પૂરના પાણી એરપોર્ટના પાર્કિંગમાં પણ ભરાઈ ગયા છે. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટિએ ભારે વરસાદને જોતાં 22,165 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે અને સમગ્ર રાજ્યમાં 315 શિબિરોમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેનારા લોકોને પહોંચાડવામાં આવ્યા છે.

રાજ્યની પિનરાઈ વિજયન સરકારે સમગ્ર રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. આ પહેલા ગુરુવારે ભારે વરસાદના કારણે તકેદારીના ભાગરૂપે અડધી રાત સુધી ફ્લાઇટ સંચાલનને ચાર કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, પૂરના કારણે એરપોર્ટનો મોટાભાગનો હિસ્સો જળમગ્ન થઈ ગયો છે.

નવા નિર્દેશ મુજબ, 11 ઓગસ્ટ બપોરે ત્રણ વાગ્યા સુધી કોચ્ચિ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ સંચાલનને રોકી દેવામાં આવ્યું છે.કેરળમાં પૂરના કારણે અત્યાર સુધી 22 હજારથી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારથી રેસ્કયૂ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. પૂરના કારણે વાયનાડ જિલ્લામાં બે લોકોના મોત થવાના અહેવાલ છે. કેરળમાં કબિની ડેમનું જળસ્તર 46,000 ક્યૂસેક વધી ગયું છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ કબિની ડેમથી 40 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ કબિની ડેમમાં 2281.5 ફુટ પાણી છે જ્યારે મહત્તમ સીમા 2284 ફુટ છે.