ઉત્તર ગુજરાતમાં ચોમાસાનો માહોલઃ ખેડૂતોના જીવ અધ્ધર

અટલ સમાચાર, મહેસાણા શિયાળો સમાપ્તીના આરે આવીને ઊભો છે ત્યારે ઉનાળાની શરૂઆતના બદલે ચોમાસું બેસતું હોય તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં એકાએક ચોમાસુ શરુ થઈ ગયું છે. જોકે, મહેસાણામાં 4-15 કલાકે પડેલ વરસાદી ઝાપટાથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. Video: મંગળવારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં
 
ઉત્તર ગુજરાતમાં ચોમાસાનો માહોલઃ ખેડૂતોના જીવ અધ્ધર

અટલ સમાચાર, મહેસાણા

શિયાળો સમાપ્તીના આરે આવીને ઊભો છે ત્યારે ઉનાળાની શરૂઆતના બદલે ચોમાસું બેસતું હોય તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં એકાએક ચોમાસુ શરુ થઈ ગયું છે. જોકે, મહેસાણામાં 4-15 કલાકે પડેલ વરસાદી ઝાપટાથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.

Video:

મંગળવારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાનો અનુભવ થયો હતો. જ્યાં મહેસાણામાં બપોર બાદ એકાએક પવનના સુંસવાટા સાથે 5 મિનિટથી સુધી વરસાદી ઝાપટુ પડતાં ઉત્તર ગુજરાતવાસીઓને ચોમાસાનો અનુભવ થયો હતો. એટલું જ નહી ઉ.ગુ.ના બનાસકાંઠાના ડીસા, કાંકરેજ, પાલનપુર વડગામ, અમીરગઢ, પાટણ તેમજ ચાણસ્મા, હારીજ, મહેસાણાના મહેસાણા સહિત વિસનગર, વિજાપુર, ઊંઝામાં કમોસમી માવઠું પડ્યું હતું. આમ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ઉત્તર ગુજરાતમાં ચોમાસાનો માહોલઃ ખેડૂતોના જીવ અધ્ધરજોકે, આ મૌસમના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જાણવા મળ્યા મુજબ કુદરત ખેડૂતોથી નિરાશ હોય તેમ લણવાના સમયે જ વરસાદી માહોલથી ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં જીરું, ઇસબગુલ, બટાકા, રાયડા જેવા પાકને નુકશાન જવાની બીકે દેશનો ખેડૂત ચિંતામાં ગરકાવ બની ગયો છે.