વરસાદ@ગુજરાત: 24 કલાકમાં 77 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 4 ઈંચ

 
વરસાદ

વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઇ રહી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં અવિરત મેઘ મહેર ઉતરી છે. 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો લગભગ 77 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવારે અવિરત મેઘ મહેર ઉતરી છે.

24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો લગભગ 77 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છના ભુજમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે સાબરકાંઠામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને વરસાદી પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઇ રહી છે.વરસાદના પગલે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.