રાજરમતઃ દૂધસાગર ડેરી કોંગ્રેસ માટે જ્યારે બનાસડેરી ભાજપ માટે ગોઠવણમાં

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી કોઈ ચોક્કસ પાર્ટીને સમર્થન કરી ચૂંટણી જીતાડવા મથી રહી છે. આવા સવાલોના જવાબ પણ બંને ડેરીના સુકાનીઓ અને તેમની રાજરમત ઉપરથી મળી રહ્યા છે. દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ કોંગ્રેસ માટે વાતાવરણ બનાવી રહ્યા છે. જ્યારે બનાસડેરીના સર્વેસર્વા શંકર ચૌધરી પણ ભાજપના પ્રચારમાં લાગ્યા છે. મહેસાણાની દૂધસાગર ડેરી અને
 
રાજરમતઃ દૂધસાગર ડેરી કોંગ્રેસ માટે જ્યારે બનાસડેરી ભાજપ માટે ગોઠવણમાં

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી કોઈ ચોક્કસ પાર્ટીને સમર્થન કરી ચૂંટણી જીતાડવા મથી રહી છે. આવા સવાલોના જવાબ પણ બંને ડેરીના સુકાનીઓ અને તેમની રાજરમત ઉપરથી મળી રહ્યા છે. દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ કોંગ્રેસ માટે વાતાવરણ બનાવી રહ્યા છે. જ્યારે બનાસડેરીના સર્વેસર્વા શંકર ચૌધરી પણ ભાજપના પ્રચારમાં લાગ્યા છે.

મહેસાણાની દૂધસાગર ડેરી અને રાજ્ય સરકારને છેલ્લા કેટલાક સમયથી વહીવટી બાબતે ઘર્ષણ ચાલી રહ્યું છે. આથી સહકારમાં રાજકારણને લઈને ચાલતી ગતિવિધી વચ્ચે વાઇસ ચેરમેને કોંગ્રેસને સમર્થન આપી દીધું છે. જેમાં તબક્કાવાર બેઠકો કરી પશુપાલકોને મનાવી મહેસાણા અને પાટણમાં કોંગ્રેસ તરફી વલણ રાખવા જણાવી રહ્યા છે.

જ્યારે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ આગેવાન હોવાથી સ્વાભાવિક રીતે પ્રચારમાં છે. બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલના સમર્થનમાં શંકર ચૌધરી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ માટે શંકર ચૌધરી મોટો રાજકીય દાવ ખેલી રહ્યા છે.

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની ત્રણ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ બંને દૂધ સંઘોમાં રીતસર બે ભાગ પડી ગયાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સહકારી આલમમાં ક્યારેય કોઈ પાર્ટીના ડીરેક્ટરો ચુંટાતા નથી. બે પેનલો હોવાથી કોઈ એક પેનલને મળતી બહુમતીને આધારે સત્તાના સુકાની બનતા હોય છે.