રાજસ્થાનમાં ગુર્જરોની અનામત માંગઃ માંગ ન સંતોષાઈ તો લોકસભામાં કોંગ્રેસને જોઈ લેશુ

અટલ સમાચાર, ડેસ્ક પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની નવી સરકાર બનતાની સાથે જ અનામતનુ ભૂત ફરી વખત ધુણ્યું છે. ગુર્જરોએ ગેહલોત સરકાર પર 5 ટકા અનામત માટે દબાણ કરવા માંડ્યુ છે. સમુદાયનુ કહેવુ છે કે જો લોકસભા ચૂંટણી પહેલા સરકાર અનામતની માંગણી મંજૂર નહી કરે તો કોંગ્રેસને ગુર્જરો સમર્થન આપશે નહી. જેથી હાલ કોંગ્રેસને લોકસભા ચુંટણી
 
રાજસ્થાનમાં ગુર્જરોની અનામત માંગઃ માંગ ન સંતોષાઈ તો લોકસભામાં કોંગ્રેસને જોઈ લેશુ

અટલ સમાચાર, ડેસ્ક

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની નવી સરકાર બનતાની સાથે જ અનામતનુ ભૂત ફરી વખત ધુણ્યું છે.

ગુર્જરોએ ગેહલોત સરકાર પર 5 ટકા અનામત માટે દબાણ કરવા માંડ્યુ છે. સમુદાયનુ કહેવુ છે કે જો લોકસભા ચૂંટણી પહેલા સરકાર અનામતની માંગણી મંજૂર નહી કરે તો કોંગ્રેસને ગુર્જરો સમર્થન આપશે નહી. જેથી હાલ કોંગ્રેસને લોકસભા ચુંટણી નજીક હોવાથી દબાણમાં આવી ગઈ છે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુર્જર, રાયકા, બંજારા અને ગાડિયા જેવા સમુદાયોને પાંચ ટકા અનામત આપવાનુ વચન આપ્યુ હતુ. ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિએ જણાવ્યું કે કોંગ્રેસે અમને પાંચ ટકા અનામતનો વાયદો આપ્યો છે પણ તે અમને લોકસભા પહેલા મળવી જોઈએ.

જોકે સંગઠનના મહાસચિવે કહ્યુ હતુ કે આ અનામત અમને હાલમાં જે 50 ટકા અનામત લાગુ છે તેની અંદર રહીને આપવામાં આવે. કારણકે ભૂતકાળમાં 50 ટકા સીવાય ગુર્જરોને પાંચ ટકા અનામત આપવાના પ્રયાસોને અદાલતે રોકી લીધા છે.