રાજસ્થાનઃ ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર, અનેક ગાડીઓ આગને હવાલે કરાઈ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે કૃષિ બિલના વિરોધમાં આજે દેશમાં ખેડૂતોએ બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ રેલ રોકો અભિયાન હાથ ધરીને રેલવેના પાટા પર જ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે બપોર થતા થતા રાજસ્થાનમાં આ અભિયાને ઉગ્ર રુપ ધારણ કર્યુ છે. રાજસ્થાનમાં ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે. તેમણે
 
રાજસ્થાનઃ ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર, અનેક ગાડીઓ આગને હવાલે કરાઈ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે કૃષિ બિલના વિરોધમાં આજે દેશમાં ખેડૂતોએ બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ રેલ રોકો અભિયાન હાથ ધરીને રેલવેના પાટા પર જ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે બપોર થતા થતા રાજસ્થાનમાં આ અભિયાને ઉગ્ર રુપ ધારણ કર્યુ છે. રાજસ્થાનમાં ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે. તેમણે તંત્રની અનેક ગાડીઓને આગના હવાલે કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનમાં તંત્રની અનેક ગાડીઓ આગને હવાલે કરાઈ છે. SP જયા યાદવની ગાડીને પણ આગ ચાંપવામાં આવી છે. ખેડૂતો કૃષિ સુધારા બિલનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ ઘટનાથી તંત્રમાં હળબળાટ મચી ગયો છે. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. રાજ્યમાં પોલીસ વ્યવસ્થા વધારે કડક કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ફાયરની ગાડીઓનો કાફલો પણ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ ઘટના મોટુ રુપ ધારણ ન કરે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

રાજસ્થાનઃ ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર, અનેક ગાડીઓ આગને હવાલે કરાઈ
જાહેરાત