અટલ સમાચાર,ડેસ્ક
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક ગેરંટીના દાવ પર મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું છે. ગેહલોતે કહ્યું છે કે આ ખૂબ સારી યોજના છે. આ ગરીબનો હક છે અને સરકાર તેને લાગુ કરશે. સીએમ ગેહલોતે ન્યૂનતમ આવક ગેરંટી પર આ નિવેદન મંગળવારે જોધપુર એરપોર્ટ પર આપ્યું હતુ.
રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ પર લખ્યું હતું કે અમે એક નવા ભારતનું નિર્માણ ત્યાં સુધી ન કરી શકીએ જ્યાં સુધી અમારા લાખો ભાઈ-બહેન ગરીબોનો દંશ ભોગવી રહ્યા છે. જો 2019માં અમે વોટ મેળવીને સત્તામાં આવ્યા તો કોંગ્રેસ ગરીબી અને ભૂખ દૂર કરવા માટે દરેક ગરીબ વ્યક્તિ માટે ન્યૂનતમ આવકની ગેરંટી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અમારી દૃષ્ટિ અને અમારો વાયદો છે.