આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,રાજકોટ

નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે અને નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા સારૂ સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરેલ હોય આ સંબંધે પોલીસ જાહેરનામાનો કડક અમલ કરાવી રહી છે. હજુ પણ લોકો આ બાબતે ગંભીર નહીં બની લોકડાઉન ની એસીતેસી કરનાર સામે પોલીસે રાજકોટ જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ વધુ 16શખસો ઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ હોય જે જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા માટે રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ તેમજ બીચ ઈન્ચાર્જ ને સુચના આપી છે ત્યારે જિલ્લાભરની પોલીસે ચેકીંગ કામગીરી હાથ ધરી છે.અને જાહેરનામા ભંગ બદલ ૧૬ વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં જાહેરનામાનો ભંગ કરનારા શાપર વેરાવળમાં ૧,ભાંડલા માં ૩ ,જેતપુરમાં ૩,ગોંડલ સીટી પોલીસમાં ૧, ગોંડલ તાલુકા પોલીસમાં ૧, ધોરાજીમાં ૧, ઉપલેટામાં ૧, પાટણવાવમાં ૧, લોધિકામાં ૩, કોટડાસાંગાણીમાં ૧ એમ કુલ ૧૬ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

30 May 2020, 2:29 AM (GMT)

COVID-19 Global Stats

6,066,318 Total Cases
367,541 Death Cases
2,686,343 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code