આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટ શહેર સહિત સમગ્ર ભારતભરમાં હાલ કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજકોટ શહેર અને જીલ્લામાં અત્યાર સુધીમાં 59 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાઈ ચુક્યા છે. આજે વહેલી સવારે ત્રણ જેટલા કોરોના વાયરસના કેસ નોંધાવા પામ્યા છે. જે ત્રણ વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓને રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે ફેસીલીટી ક્વૉરનટાઇન કરવામાં આવ્યા હતા. ગઇકાલે પણ આઠ જેટલા લોકોના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો છેલ્લા 48 કલાકની વાત કરવામાં આવે તો કુલ 12 જેટલા વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌથી મહત્વની બે બાબતો 48 કલાકમાં સામે આવી છે. જે પણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે તમામ લોકો જંગલેશ્વર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો સાથે જ તમામ વ્યક્તિઓ એકબીજાના ક્લોઝ કોન્ટેક્ટમાં હોવાનું એટલે કે એક બીજાના સગા વહાલા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 58 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે 58 પૈકી 48 જેટલા દર્દીઓ માત્ર જંગલેશ્વર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ કોરોના પોઝિટિવ વાયરસ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ફેસેલીટી ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી કેટલાંકને પથિકાશ્રમમાં તો કેટલાકને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે આવા લોકોની સંખ્યા હાલ 114 પર પહોંચી છે. 111 જેટલા લોકોને હાલ રાજકોટની સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code