રાજકોટઃ 8 વર્ષની સગીરા પર 17 વર્ષના હવસખોરે દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના સંકટ વચ્ચે પણ હવસખોરોની ફરિયાદો જોવા મળે છે. રાજકોટમાં સતત બીજા દિવસે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના નવાગામ ખાતે 8 વર્ષની સગીરા પર તેના જ ગામમાં રહેતા 17 વર્ષીય હવસખોર સગીરે અવાવરું જગ્યા લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી
 
રાજકોટઃ 8 વર્ષની સગીરા પર 17 વર્ષના હવસખોરે દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના સંકટ વચ્ચે પણ હવસખોરોની ફરિયાદો જોવા મળે છે. રાજકોટમાં સતત બીજા દિવસે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના નવાગામ ખાતે 8 વર્ષની સગીરા પર તેના જ ગામમાં રહેતા 17 વર્ષીય હવસખોર સગીરે અવાવરું જગ્યા લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સગીર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને સગીરા પર દુષ્કર્મની ઘટના છાશવારે સામે આવી રહી છે. રાજકોટમાં સતત બીજા દિવસે સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન હદમાં આવેલ નવાગામ ખાતે એકલી જતી સગીરાને જોઇ ગામનાજ 17 વર્ષીય હવસખોરે સગીરાને વોંકળામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ થતાં કુવાડવા પોલીસે આરોપી વિરુધ્ધ અપહરણ અને સગીરા પર દુષ્કર્મ આચરવા બદલ પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.