રાજકોટ: આજે સવારે વધુ બે કેસ સાથે કુલ 39 લોકોના રીપોર્ટ કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. શહેરમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી આ બંન્ને કેસ સામે આવ્યા છે. બે મહિલાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજકોટમાં અત્યાર સુધી કોરોના
 
રાજકોટ: આજે સવારે વધુ બે કેસ સાથે કુલ 39 લોકોના રીપોર્ટ કોરોના પોઝિટીવ

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. શહેરમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી આ બંન્ને કેસ સામે આવ્યા છે. બે મહિલાનો કોરોના પોઝિટિવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 39 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ શહેરના હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરના છે. હાલ શહેરમાં 9 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે જ્યારે 30 પીડિતોની સારવાર ચાલી રહી છે.

ગુજરાતમાં અત્યાર સુધી 1700થી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1101 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 242 અને વડોદરામાં 180 કેસ સામે આવ્યા છે.