રાજકોટઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી યુવક ફરાર

અટલ સમાચાર, ડેસ્ક આજી ડેમ વિસ્તારમાં રહેતી સગીરાને ભરવાડ શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ આરોપી સગીરાને ઘર પાસે મુકી ફરાર થઈ ગયો હતો. થોડા સમયથી સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા મેડીકલ તપાસ કરાવતા તેણી ગર્ભવતી હોવાનું માલુમ પડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એક પુત્રીને જન્મ આપ્યો હતો. બનાવ અંગે પોલીસ મથકમાં
 
રાજકોટઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી યુવક ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

આજી ડેમ વિસ્તારમાં રહેતી સગીરાને ભરવાડ શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ આરોપી સગીરાને ઘર પાસે મુકી ફરાર થઈ ગયો હતો. થોડા સમયથી સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા મેડીકલ તપાસ કરાવતા તેણી ગર્ભવતી હોવાનું માલુમ પડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એક પુત્રીને જન્મ આપ્યો હતો. બનાવ અંગે પોલીસ મથકમાં દુષ્કર્મ આચરનાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ આદરી હતી. સગીરાને કુંવારી માતા બનાવી દેતા ચકચાર જાગી હતી.

રાજકોટઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી યુવક ફરાર

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આજીડેમ પાસે એક સોસાયટીમાં રહેતી 17 વર્ષની સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.કે મારી પુત્રી સગીર વયની છે તેને રાજુ ભરવાડ નામના શખ્સ સાથે પરીચય થતા રાજુએ મારી પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી મારી દીકરીનું અપહરણ કરી બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ તેને ગર્ભ રહી જતા પ્રસુતીની પીડા ઉપડતા અત્રેની હોસ્પિટલે ખસેડવામાં આવતા તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો.

રાજકોટઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી યુવક ફરાર
file photo

આ બનાવની જાણ પોલીસ મથકને કરવામાં આવતા સ્ટાફે તુરંત જ હોસ્પિટલે પહોંચી તુરંત જ સગીરાના પિતાની ફરિયાદ પરથી રાજુ ભરવાડ વિરૂધ્ધ આઈપીસી કલમ 363,366,376 તથા પોસ્કો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ આદરી છે. સગીરાને કુંવારી માતા બનાવી દેતા ચકચાર મચી ગઈ છે.