આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે. તેની જાહેરાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી. તેમણે કહ્યું કે, રાજકોટને AIIMS મળશે અને ખંઢેરી ગામ પાસે 200 એકર જમીન પર બનશે. આ AIIMSથી સૌરાષ્ટ્રને ફાયદો થશે. સૌરાષ્ટ્રના દર્દીઓને આધુનિક સુવિધા મળશે. કેન્દ્ર સરકારે રાજકોટમાં AIIMSને મંજૂરી આપી છે.

મહત્વનું છે કે, રાજકોટ અને વડોદરામાં AIIMS આપવા કેન્દ્રને રજૂઆત કરાઇ હતી. રાજ્ય સરકાર AIIMS માટે વિના મુલ્યે જમીન આપશે. ત્યારે હવે ખંઢેરીમાં 200 એકર જમીન પર આ AIIMS બનશે. રાજકોટ અને વડોદરા બાબતે સર્વે પણ કરવામાં આવ્યો હતો. કમિટી રચી હતી જે બન્ને સ્થળોની મુલાકત લીધી હતી. રૂ.1200 ખર્ચે રિસર્ચ સેન્ટરની સ્થાપના કરાશે. 31 ડિસેમ્બરનો સહી કરેલો પત્ર મેઈલથી મળ્યો છે. ત્યારે હવે ખંઢેરી ગામ પાસેના રાજ્ય સરકારે ફાળવેલી જમીનમાં AIIMS બનશે. આ નિર્ણયની જાણ ગુજરાત સરકારને ગઇકાલે કરાઇ હતી.

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છે. આરોગ્યની દ્રષ્ટિએ ગુજરાત અગ્રેસર રહેશે. બીજી 3 કોલેજો PPP મોડલ પર મેડિકલ કોલેજો માટે પ્રાથમિક કાર્યવાહી થઇ છે. એઇમન્સમાં જ મેડિકલ કોલેજ પણ હશે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતને AIIMS ના મળી, PM મોદીએ ભેટ આપી છે.

21 Oct 2020, 10:16 AM (GMT)

COVID-19 Global Stats

41,094,667 Total Cases
1,130,550 Death Cases
30,656,153 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code