ગંભીર: ચૂંટણીની તાલીમમાં ગેરહાજર ક્લાર્ક સામે ધરપકડ વોરંટ !

અટલ સમાચાર, ડેસ્ક લોકસભા ચૂંટણીને પગલે કલેક્ટર કચેરી દ્વારા જિલ્લાભરના કર્મચારી અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ તાલીમમાં શાળાનાં ક્લાર્ક ગેરહાજર રહેતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ચૂંટણી અધિકારીએ કાયદાનો આધાર લઈ ધરપકડ કરી તાત્કાલિક મામલતદાર સમક્ષ હાજર કરવા આદેશ કર્યા છે. રાજકોટ જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારીએ જેતપુર
 
ગંભીર: ચૂંટણીની તાલીમમાં ગેરહાજર ક્લાર્ક સામે ધરપકડ વોરંટ !

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણીને પગલે કલેક્ટર કચેરી દ્વારા જિલ્લાભરના કર્મચારી અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ તાલીમમાં શાળાનાં ક્લાર્ક ગેરહાજર રહેતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ચૂંટણી અધિકારીએ કાયદાનો આધાર લઈ ધરપકડ કરી તાત્કાલિક મામલતદાર સમક્ષ હાજર કરવા આદેશ કર્યા છે.

ગંભીર: ચૂંટણીની તાલીમમાં ગેરહાજર ક્લાર્ક સામે ધરપકડ વોરંટ !

રાજકોટ જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારીએ જેતપુર તાલુકાના વિરપુરની જલારામજી વિદ્યાલયના ક્લાર્ક સામે લાલ આંખ કરી છે. શાળાનાં ક્લાર્ક વિનોદ મૂળજીભાઈ વેકરિયા ચૂંટણીની તાલીમમાં પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વિના કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા. આથી સમગ્ર મામલે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે.

વિરપુર પોલીસ સ્ટેશનને પત્ર લખી ધરપકડ વોરંટ કાઢયું છે. જેમાં ક્લાર્કને જેતપુર મામલતદાર કચેરી ખાતે હાજર કરવા આદેશ કરવામાં આવતા કર્મચારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.