આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટમાં પાંજરાપોળમાં ઘાસના ડેપોમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ પાંચ ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.આગ લાગી તે ઘાસ સૂકું હોવાથી આગ વધારે પ્રસરી જવાનું જોખમ રહેલું હતું. જો કે, સમયસર જાણ થઈ ગઈ હોવાથી ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ દોડી ગઈ હતી અને થોડા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. એવું માનવામાં આવી રહી છે કે આ આગના કારણે ઘણું નુકસાન થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગાયોને ખાવા માટે રાખવામાં આવેલા સૂકા ઘાસમાં આગ લાગવાને કારણે આગ વધાર પ્રસરી જવાનું જોખમ હતું. જેના પગલે ફાયર બ્રિગેડની સાથે સાથે જેસીબી મશીનની મદદ પણ લેવામાં આવી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે અએજ વહેલી સવારે પાંજરાપોળમાં લાગેલી આગમાં 1546 ઘાસની ગાસડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અંદાજે લાખો રૂપિયાની સાથે સાથે બિલ્ડિંગને પણ નુકસાન થયું છે. આ ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ પર કાબૂ મેળવાયા બાદ જેસીબી મશીનથી ગોડાઉનમાંથી ઘાસની ગાસડીઓને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code