આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

હાલ સમગ્ર દેશ કોરોના સામેની જંગ લડી રહ્યો છે. આ જંગમાં સૌ કોઈ પોત પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. પરંતુ આ યોગદાનમાં સૌથી વધુ રાજકોટનું નામ દેશ-વિદેશમાં પ્રથમ રહ્યું છે. રાજકોટમાં સૌ પ્રથમ એક લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં નવા આયામ ઊભા કર્યા છે. હવે અંદાજીત 2000 રૂપિયામાં મળતી પીપીઈ (PPE) કિટ 600 રૂપિયામાં જ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન અને જ્યોતિ સીએનસીએ તૈયાર કરી છે અને માત્ર સાત દિવસમાં દસ હજાર જેટલી કિટનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને આ કિટ તૈયાર કરવામાં ઘણી મહેનત કરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના આગેવાનોના જણાવ્યા અનુસાર આ કિટ ઉચ્ચ ગુણવત્તાની છે તેમજ રાષ્ટ્રીય માનકોના તમામ ટેસ્ટમાં પાસ થઈ છે. સૌથી ઉચ્ચ મેડિકલ ગ્રેડના નોનવુવન મટિરિયલ કે જે નેશનલ લેબમાંથી પાસ થઈ છે તેમાંથી તૈયાર કરાઈ છે. કિટ બનાવવામાં નહીં નફો નહીં નુકસાનનું ધોરણ રખાયું છે તેમજ સહયોગી 5 યૂનિટોએ પણ માર્જિનરાખ્યું નથી. જેથી અંદાજીત 2000માં મળતી આ કિટ ફક્ત 600 રૂપિયામાં અપાશે.

રાજકોટમાં જ પ્રોડક્શન હાથ ધરીને 7 દિવસમાં 10,000 કિટ બનાવાશે અને સરકારને અપાશે. ત્યારબાદ બીજા ફેઝમાં આઈએમએના તબીબ કે જે કોરોનામાં સેવા કરી રહ્યા છે તેમને આ કિટ અપાશે. કિટ તૈયાર કરવા માટે ટેક્નિકલ સપોર્ટ જ્યોતિ સીએનસીએ આપ્યો છે. કિટ ટેસ્ટમાં પાસ થતા આઈએમએની ટીમે આ કિટ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આપી હતી. આ કીટમાં ફૂલ બોડી ગાઉન, હેડ હૂડ, પીવીસી ગાઉન, માસ્ક, ગોગલ્સ, અને ગ્લોવ્ઝ નો સમાવેશ થાય છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code