રાજકોટઃ મહાનગરપાલિકાનો સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ, ખરીદી પર 1000રૂ વળતર મળશે

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો વ્યાપ વધે તેના માટે નાણાકીય વર્ષ 2019-20નાં બજેટમાં સાઇકલ પ્રમોશન પ્રોજેક્ટ માટે ખાસ એક કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના શહેરીજનો દ્વારા ખરીદાયેલી નવી સાઇકલ કુટુંબદીઠ રૂ.1000 એક વ્યક્તિના બેન્ક ખાતામાં વળતર
 
રાજકોટઃ  મહાનગરપાલિકાનો  સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ, ખરીદી પર 1000રૂ વળતર મળશે

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો વ્યાપ વધે તેના માટે નાણાકીય વર્ષ 2019-20નાં બજેટમાં સાઇકલ પ્રમોશન પ્રોજેક્ટ માટે ખાસ એક કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના શહેરીજનો દ્વારા ખરીદાયેલી નવી સાઇકલ કુટુંબદીઠ રૂ.1000 એક વ્યક્તિના બેન્ક ખાતામાં વળતર આપવાનું નક્કી કરાવમાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો લાભ લેવા માટે સાઇકલ ખરીદી અમલ તારીખ 15-7-2019 પછી હોવી જોઇએ. આ પ્રોજેક્ટ અંગે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ અને મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની જણાવ્યું હતું.

 

રાજકોટઃ  મહાનગરપાલિકાનો  સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ, ખરીદી પર 1000રૂ વળતર મળશે
file photo

સાઇકલ શેરિંગ યોજનાનો લાભ મેળવવા માટે રાજકોટ શહેરના નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઈટ પર સાઇકલ પ્રમોશન યોજનાનું ફોર્મ સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક ભરી તેની પ્રિન્ટ કાઢી જે તે વોર્ડમાં રહેતા હોય તે વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ જમા કરાવવાનું રહેશે.

યોજનાનાં નીતિ-નિયમોઃ-

• આ યોજનાનો લાભ કુટુંબદીઠ એક જ વ્યક્તિને મળશે. એક થી વધુ અરજી મળ્યાથી અરજી રદ કરવાને પાત્ર થશે.
• આ યોજના અન્વયે 10,000 લાભાર્થીઓને વહેલા તે પહેલાનાં ધોરણે અને નિયત શરતોને આધીન સાઇકલ પ્રમોશન યોજનાનો લાભ મળનાર હોઈ, ત્યાર બાદ રજુ થયેલ અરજી માટે આખરી નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.
• આ યોજના અંતર્ગત સાઇકલની ખરીદી યોજનાની અમલ તારીખ: 15-07-2019 પછીની હોવી જોઈએ, જેનું GST સહિતનું બીલ – ચેસીસ નંબર સાથેની વિગતો નિયત અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે રજુ કરવાની રહેશે.
• આ યોજનાનો લાભ મેળવવા અરજી કરનારનાં નામનું જ સાઇકલ ખરીદીનું બીલ રજુ કરવાનું રહેશે તેમજ યોજનાની અમલ તારીખ બાદ ખરીદ કરેલ સાઇકલ પર લાભ મળવાપાત્ર રહેશે.
• રી-સેલ કરેલ કે જૂની ખરીદેલ સાઇકલ પર આ યોજનાનો લાભ મળશે નહિ.
• સાઇકલનાં ટાયરની સાઈઝ 2૪ ઇંચ કે તેથી વધુ હોવી જોઈએ. નાના ટાયરવાળી ટ્રાયસીકલ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહિ.
• અરજી કરનારે આધાર કાર્ડ, રેશનકાર્ડ(રાજકોટનું) તેમજ અરજદારની બેંકની વિગતો સાથે કેન્સલ ચેક પણ આપવાનો રહેશે.
• અરજીની સાથે સાઇકલ ખરીદીનાં GSTવાળું ડુપ્લીકેટ બીલ અથવા ઝેરોક્ષ પર સાઇકલ એજન્સીનાં સંચાલકનાં સહી સિક્કા કરવાનાં રહેશે.
• આ યોજનાનો લાભ ‘Make In India’ની સાઇકલ ખરીદ કરનારને જ મળવા પાત્ર થશે.
• આ યોજના અંતર્ગત રૂ.1,000/-ની સબસીડી અરજદારનાં બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે અન્ય કોઈપણ રીતે મળશે નહિ