રાજકોટ: જેતપુરમાં નકલી પોલીસ બનીને તોડ કરતો 1 શખ્સ ઝડપાયો

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટ જિલ્લાના જેતપુરમાં નકલી પોલીસ બનીને તોડ કરતો એક શખ્સ ઝડપાયો છે. આ ઝડપાયેલા વ્યક્તિનું નામ દેવાંગ પંડ્યા છે. તે પોલીસ હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો. તેણે સોપારી-તંબાકુના વેપારીના ઘરમાં સુધીને તોડ કર્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો લોકોને પોલીસ હોવાનું કહીને પૈસા પડાવનાર ઝટપાયેલ શખ્સના
 
રાજકોટ: જેતપુરમાં નકલી પોલીસ બનીને તોડ કરતો 1 શખ્સ ઝડપાયો

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટ જિલ્લાના જેતપુરમાં નકલી પોલીસ બનીને તોડ કરતો એક શખ્સ ઝડપાયો છે. આ ઝડપાયેલા વ્યક્તિનું નામ દેવાંગ પંડ્યા છે. તે પોલીસ હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો. તેણે સોપારી-તંબાકુના વેપારીના ઘરમાં સુધીને તોડ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકોને પોલીસ હોવાનું કહીને પૈસા પડાવનાર ઝટપાયેલ શખ્સના પિતા પ્રફુલભાઈ પંડ્યા જેતપુર પોલીસમાં નિવૃત ASI છે. દેવાંગ પંડ્યા પોતે પોલીસ હોવાની માહિતી આપીને લોકો પાસે પૈસા પડાવતો હતો. હાલ લૉકડાઉન હોવાને કારણે સોપારી-તંબાકુનો વ્યાપાર બંધ છે. એટલે તે આવા વેપારીઓને પોતાનો શિકાર બનાવતો હતો. તેણે જેતપુરની ક્રિષ્ના હાઈટ સોસાયટીમાં સોપારી તંબાકુના વેપારી પાસેથી તોડ કર્યો હતો.

તેણે આ વેપારી પાસેથી 7 હજાર રૂપિયા પડાવ્યા હતા. તેણે વેપારીના ઘરેથી આ પૈસા પડ્યા હતા. ત્યારબાદ લોકોએ તેનો પૈસા લેતો વીડિયો બનાવી લીધો હતો. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસે યુવકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.