આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, રાજકોટ

રાજકોટમાં લોકડાઉનનું પાલન કરાવવા જનાર પોલીસ ઉપર સ્થાનિકો લોખંડની પાઈપ લઈને તુટી પડ્યા હતા જેમાં એક પોલીસ કર્મીને ઈજાઓ પણ પહોંચી હતી. આ અંગે રાજકોટ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે અને 12 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પણ જ્યાં લોકોના ભલા માટે રાત-દિવસ ખડે પગે અને પરિવાર અને પ્રિયજનોથી દૂર રહેતી પોલીસ સાથે આવો અમાનવીય વ્યવહાર કેટલો યોગ્ય? એવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં એક બાજુ પોલીસ લોકને લોકડાઉનનું પાલન કરાવવામાં વ્યસ્ત છે. ત્યારે કેટલાક લોકો પોલીસને પણ નથી છોડતા. રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. લોખંડના પાઇપ વડે ગઈકાલે રાત્રે પોલીસે હુમલો કર્યો હતો. રાજકોટના પડધરીના રંગપર ગામે પોલીસ પર હુમલાના મામલે 12 લોકો સામે ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે અને અન્ય 6ની શોધખોળ ચાલી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શખ્સોએ પોલીસ પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ લોકડાઉનનું પાલન કરાવા ગઇ હતી તે દરમિયાન શખ્સોએ હુમલો કર્યો હતો. જેને લઇ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code