રાજકોટ: પ્રેમ પ્રકરણમાં ગળે દુપટ્ટો બાંધી પોલીસકર્મીએ કર્યો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટના થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી આશિષ દવેએ અગમ્ય કારણસર ગઇકાલે રાતે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસ કર્મીએ પંખા પર દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસ કર્મીનાં આપઘાત પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમના અંતિમ પગલા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર
 
રાજકોટ: પ્રેમ પ્રકરણમાં ગળે દુપટ્ટો બાંધી પોલીસકર્મીએ કર્યો આપઘાત

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટના થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી આશિષ દવેએ અગમ્ય કારણસર ગઇકાલે રાતે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસ કર્મીએ પંખા પર દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસ કર્મીનાં આપઘાત પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમના અંતિમ પગલા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આશિષ દવેએ અચાનક ભરેલા આ અંતિમ પગલાને કારણે પરિવારમાં ઘણો શોક છવાઇ ગયો છે. પોલીસ આ મામલામાં તેમના પરિવારજનોની પણ પૂછપરછ કરશે. આ સાથે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. આના રિપોર્ટ બાદ જ મોતનું અસલી કારણ સામે આવશે.પોલીસ કર્મી આશિષ દવે પોલીસ સ્પોર્ટ્સની ટીમોમાં પણ આગળ પડતો ભાગ લેતા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ પોલીસ કર્મીએ મરતા પહેલા વોટ્સએપનાં સ્ટેટસમાં એક ગીત અને એક મેસેજ પણ શેર કર્યાં હતાં. જેમાં એક મેસેજની નીચે લખ્યું છે કે, ‘મારી હસ્તી રમતી પરી’ જ્યારે બીજા મેસેજની નીચે અંગ્રેજીમાં લખ્યું છે કે, ‘only 4 my angel’. વોટ્સએપ સ્ટેટસને જોઇ તો પણ લાગે છે કે, આ પોલીસ કર્મી કોઇ મહિલાની વાત કરી રહ્યાં છે.