આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમચાર, રાજકોટ

રાજકોટ શહેરની ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને સાંઈનાથ હોસ્પિટલના પ્રોફેસરે વિદ્યાર્થીનીની કરેલી છેડતીના પ્રશ્ને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. પ્રોફેસરને કોલેજે આવતા બંધ કરવાની ઉગ્ર માંગ સાથે પોલીસ અને કોલેજના પ્રિન્સિપાલને ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ પ્રોફેસર સામે ફરિયાદ કરનાર તમામ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની પ્રિન્સિપાલે ધમકી આપવાનો આક્ષેપ કર્યા હતો. ભક્તિનગર પોલીસ સ્ટાફએ આખરી બાબત મધ્યસ્થી તરીકે સમાધાન કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપોથીક મેડીકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પસાર થતી હતી ત્યારે કોલેજમાં છેલ્લા 23 વર્ષથી પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભાસ્કર ભઠ્ઠે શારીરિક છેડછાડ કર્યાની શનિવારે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિતાર્થ મહેતાને ફરિયાદ કરી હતી. છેડતી અંગે કોલેજમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને જાણ થતા પ્રોફેસરને સબક શિખડાવવા ભક્તિનગર પોલીસ સ્ટેશન રજુઆત કરવાનો નિર્ણય કરી 7 જેટલા વિદ્યાર્થીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને દોડી ગયાની પ્રિન્સિપાલ ડૉ.હિતાર્થ મહેતાને જાણ થતા તેઓ પણ ભક્તિનગર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ત્યાં વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ સામ-સામે આવી જતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપવોનો આક્ષેપ કરાયો હતો. જ્યારે સામા પક્ષે વિદ્યાર્થીઓએ મારવાની ધમકી આપવોનો પ્રિન્સિપાલ દ્વારા આક્ષેપ કરયા બાદ પોલીસમાં કોઈએ ફરિયાદ કરી ન હતી.

સવારે ફરી વિદ્યાર્થીઓના ટોળા કોલેજ ખાતે એકઠાં થતા ભક્તિનગર પોલીસ જાણ કરતા પી.આઈ. વી.કે.ગઢવી સહિતનો સ્ટાફ હોમિયોપેથીક કોલેજ ખાતે દોડી ગયા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિતાર્થ મહેતાએ પ્રોફેસરભાસ્કર ભટ્ટ સામે કાર્યવાહી કરવા માટે યુનિવર્સિટીને લેખિત જાણ કરી છે. તેમજ સમગ્ર પ્રકરણનું નિવારણ ન આવે ત્યાં સુધી પ્રોફેસર ભાસ્કર ભટ્ટને કોલેજે ન આવવા જણાવવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને નાપાસ કરવા અંગેની પોતે કોઈ ધમકી ન આપી હોવાનું કહ્યું હતું. સાંઈનાથ હોમિયોપેથીક મેડીકલ કોલેજ વડોદરાની પારૂલ યુનિર્વસિટીના અંડરમાં આવતી હોવાનું જણાવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code