રાજકોટઃ મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટમાં ASI અને પોલીસ કોન્સ્ટબલે આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. આપઘાત પાછળ કોઇ કારણ સામે આવ્યું નથી.આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં નવા 150 ફૂટ રોડ પર મારુતિનાં શોરૂમ પાછળ આવેલા પંડિત દિન દયાળ નગરમાં એએસઆઈ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે. તેમણે આજે સવારે
 
રાજકોટઃ મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટમાં ASI અને પોલીસ કોન્સ્ટબલે આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. આપઘાત પાછળ કોઇ કારણ સામે આવ્યું નથી.આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં નવા 150 ફૂટ રોડ પર મારુતિનાં શોરૂમ પાછળ આવેલા પંડિત દિન દયાળ નગરમાં એએસઆઈ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે.

તેમણે આજે સવારે આપઘાત કર્યાનું માનવામાં આવી રહ્યું છે. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા.
હજી સુધી કોઇ સ્યૂસાઇડ નોટ મળી આવી નથી.બંન્નેના પરિવારમાં દુખની લહેર છવાઇ ગઇ છે.

ખુશ્બુ અને રવિરાજસિંહનાં મૃતદેહો પાસેથી રિવોલ્વર મળી આવી છે જેનાથી માનવામાં આવી રહ્યું છે કે તેમણે રિવોલ્વરથી જ આપઘાત કરી લીધો છે.
રાજકોટનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બંન્ને સાથે કામ કરતા હતાં.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ આપઘાત પાછળ પ્રેમ સંબંધ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.