રાજકોટ: સ્મારક ભવનના લોકાપર્ણની પત્રિકામાં ભીમરાવનો ફોટો ન હોવાથી હોબાળો

અટલ સમાચાર,રાજકોટ રાજકોટ ખાતે ગાર્ડન નજીક નિમાર્ણ પામેલ ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવન અને લાયબ્રેરીના લોકાપર્ણ પ્રસંગે આમંત્રણ પત્રિકામાં બાબાસાહેબનો ફોટો ન હોવાથી હોબાળો થયો હતો. રાજકોટ ખાતે ગુજરાત સરકાર ઘ્વારા નિમાર્ણ પામેલ ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકનો લોકાપર્ણ કાર્યક્રમ ગુરૂવારે યોજાયો હતો. પરંતુ ગુજરાત સરકાર ધ્વારા સમગ્ર કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં બાબાસાહેબનો ફોટો ના મુકેલ હોવાથી રાજકોટ
 
રાજકોટ: સ્મારક ભવનના લોકાપર્ણની પત્રિકામાં ભીમરાવનો ફોટો ન હોવાથી હોબાળો

અટલ સમાચાર,રાજકોટ

રાજકોટ ખાતે ગાર્ડન નજીક નિમાર્ણ પામેલ ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવન અને લાયબ્રેરીના લોકાપર્ણ પ્રસંગે આમંત્રણ પત્રિકામાં બાબાસાહેબનો ફોટો ન હોવાથી હોબાળો થયો હતો.
રાજકોટ ખાતે ગુજરાત સરકાર ઘ્વારા નિમાર્ણ પામેલ ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકનો લોકાપર્ણ કાર્યક્રમ ગુરૂવારે યોજાયો હતો. પરંતુ ગુજરાત સરકાર ધ્વારા સમગ્ર કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં બાબાસાહેબનો ફોટો ના મુકેલ હોવાથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા વસરામ સાગઠીયાએ સ્ટેજ પર ચડી આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો.

રાજકોટ: સ્મારક ભવનના લોકાપર્ણની પત્રિકામાં ભીમરાવનો ફોટો ન હોવાથી હોબાળો
RMC વિપક્ષ નેતા વશરામ સાગઠીયા

મહત્વનું છે કે, આ અગાઉ પણ ભાજપ ઘ્વારા ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની નવિન ઓફીસના શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પણ ભાજપ ઘ્વારા આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની ઓફીસની આમંત્રણ પત્રિકા માં જ બાબાસાહેબ આંબેડકરનો ફોટો ના મુકતા ભારે હોબાળો થયો હતો. જોકે હોબાળા બાદ ભાજપે નવિન પત્રિકામાં બાબાસાહેબનો ફોટો મુકી રોષ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
રાજકોટમાં ગુજરાત સરકારના ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવનના લોકાપર્ણ કાર્યક્રમમાં વિરોધ દર્શાવનાર વસરામ સાગઠીયાને ભાજપ તથા પોલીસ ઘ્વારા શાંત પાડવામાં આવ્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, આ કાર્યક્રમ ભાજપે પોતાનો પ્રચાર કર્યો છે.