રાજકોટ: બેફામ કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં અકસ્માત, 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં એક કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. જ્યારે રીક્ષાના ફૂરચા નીકળી ગયા હોવાનું લાગી રહ્યું છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માત 29મી ઓગસ્ટના રોજ સાંજે સાડા
 
રાજકોટ: બેફામ કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં અકસ્માત, 4 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં એક કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. જ્યારે રીક્ષાના ફૂરચા નીકળી ગયા હોવાનું લાગી રહ્યું છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માત 29મી ઓગસ્ટના રોજ સાંજે સાડા નવ વાગ્યાની આસપાસ થયો હતો. કાર અને રીક્ષા વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષામાં સવાર લોકો ઉછળીને બહાર રસ્તા પર ફેંકાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટની ધરમ સિનેમા નજીક રીક્ષા અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે રીક્ષામાં સવાર પાંચ લોકો પૈકી બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. રીક્ષામાં સવાર બે બાળકોને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108ને ફોન કરવામાં આવ્યો હતો. જોકે, 108 સમયસર ન પહોંચી શકતા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. અકસ્માતની આખી ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સૂ઼ત્રોએ જણાવ્યુ હતુ કે, સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂર ઝડપે આવી રહેલી કાર એક રીક્ષાને અડફેટે લે છે. કાર આવી રહી છે ત્યારે રીક્ષા ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હોય છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે રીક્ષા અને કાર બંનેની ઝડપ વધારે હોય છે. રીક્ષા ચાલક રસ્તો ક્રોસ કરતો હોય છે ત્યારે જ કાર રીક્ષાને ટક્કર મારી દે છે. ટક્કર એટલી જોરદાર હોય છે કે કાર રીક્ષાને ઢસડીને આગળ લઈ જાય છે. જે બાદમાં રીક્ષામાં સવાર લોકોને નીચે રોડ પર પટકાય છે. રીક્ષામાં બેઠેલું એક બાળક પણ રોડ પર પટકાય છે. આ દરમિયાન રીક્ષામાં સવાર એક મહિલા બાળકને ફટાફટ તેડી લે છે. આ દરમિયાન જોઈ શકાય છે કે અન્ય એક વ્યક્તિ રસ્તા પર પડ્યો હોય છે.