આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટના ઇન્કમ ટેક્સ ઓફિસરને ખેડૂત પાસેથી રૂપિયા 30,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ઘટના ઈન્કમ ટેક્સ ઓફિસમાં ચર્ચાને ચકડોળે ચઢી છે.

ફરિયાદી ખેડૂતને એસેસમેન્ટ વર્ષ 2017-18માં સ્કુટીનીની નોટિસ કાઢી હતી, જે નોટિસનો નિકાલ કરાવવા તથા કોઇપણ જાતની પેનલ્ટી નહીં લગાડવાના અવેજ પેટે ઈન્કમ ટેક્સ ઓફિસર એન.પી.સોલંકીએ રૂપિયા ૩૦,૦૦૦ની લાંચ માંગી હતી.

ફરિયાદી ખેડૂતે સમગ્ર મામલે એ.સી.બી.માં ફરીયાદ કરતા લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી પાસે રૂપિયા ૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી પોતાના ટેબલના ખાનામાં મુકવા કહ્યું હતું. આ સમયે એન.પી. સોલંકી એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. હાલ એસીબીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તપાસ બાદ રિમાન્ડ દરમિયાન એસીબી દ્વારા આરોપી ઇન્કમ ટેક્સ ઓફિસર એન.પી.સોલંકીના ઘર, ઓફિસ તેમજ બેન્ક એકાઉન્ટ સહિત જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવશે. જે બાદ બેનામી સંપત્તિ ઝડપાશે તો તે દિશા તરફ પણ એસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code