રાજનીતિ@દેશ: નીતિશ કુમારે સરકાર બનાવવાને લઇને આપ્યું મોટું નિવેદન, શું કહ્યું? જાણો વિગતવાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દિલ્હીમાં NDA અને INDIA ગઠબંધનની બેઠક મળી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારે સરકાર બનાવવાને લઇને મોટું નિવેદન આપ્યું છે. દિલ્હી NDAની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા નીતિશ કુમારે કહ્યું કે, "સરકાર તો બનશે જ". લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 240 બેઠક મળી છે જે બહુમતના આંકડાથી 32 બેઠક ઓછી છે.
NDAએ 292 બેઠક સાથે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. NDA આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઇ હતી. તે બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ચંદ્રબાબુની TDP 15 બેઠક સાથે બીજા અને નીતિશ કુમારની JDU 12 બેઠક સાથે NDAમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. બન્ને પાર્ટીઓ આ સમયે ભાજપ માટે જરૂરી છે, તેમના વગર ભાજપની સરકાર બનાવવી મુશ્કેલ છે.