કાર્યક્રમ@ગુજરાત: ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે,દમણ એરપોર્ટ પર કરાયુ સ્વાગત

 
અમિત શાહ

વહીવટદાર પ્રફુલ પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ દમણ અને સેલવાસની મુલાકાતે છે, તો આવતીકાલે કેન્દ્રિય ગૃહપ્રધાન કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કરશે.

 

આ સાથે જ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવાના છે.દમણ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યુ. વહીવટદાર પ્રફુલ પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેઓ આજે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેવાના છે, સાથે જ સેલવાસના સાયલી ગ્રાઉન્ડમાં લાભાર્થી સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

 

મંગળવારે 27 ફેબ્રુઆરીએ તેઓ કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કરશે. આઘુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું 150 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ મેડિકલ કોલેજનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યું હતું. 30 વર્ષ પહેલાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગરુકુળની સ્થાપના થઇ હતી. જેના નેજા હેઠળ સ્કૂલ, બી.એડ કોલેજ, PTC કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ અને લૉ કોલેજ હાલ કાર્યરત છે.