રાજનીતિ@પાલનપુર: ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન યોજાયું, ઋષિકેશ પટેલ-અનિકેત ઠાકર જોડાયાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભા ચૂંટણી પહેલા જ પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે. 31 ગામ કડવા પાટીદાર સમાજ વાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ-અનિકેત ઠાકર જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ આ સંમેલન યોજવામાં આવ્યુ છે. જેમાં મોટીસંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. આ સંમેલનમાં રાજ્યના મંત્રીની ખાસ ઊપસ્થિતી જોવા મળી છે. આ સાથે સમાજના જાણીતા અગ્રણીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં મોટીસંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થીત જોવા મળી હતી. આ બેઠક પર મુખ્ય બંને રાજકિય પક્ષો દ્વારા બિન પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આ સંમેલન બાદ રાજકિય ક્ષેત્રે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે ફરી રહ્યા છે.
બનાસકાંઠા લોકસભા સીટ પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી. બનાસકાંઠા સીટ પર દસ વાર કોંગ્રેસ તો પાંચ વાર ભાજપનો વિજય થયેલો છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર કરતો મત વિસ્તાર છે. ચૂંટણીમાં ખેડૂત અને પશુપાલન સાથે જોડાયેલા પ્રશ્નો મહત્વનો રોલ ભજવે છે.