રજનીકાન્ત ફરી કઇ ફિલ્મ લઇને આવી રહયા છે ?

અટલ સમાચાર,ડેસ્ક ‘કબાલી’, ‘કાલા’, ‘2.0’ બાદ 2019માં રજનીકાંત ફેન્સ માટે ગિફ્ટ લઈને આવ્યા છે. પોંગલ વીકમાં તેની ફિલ્મ ‘પેટ્ટા’ રીલિઝ થઈ ગઈ છે. તેને ત્રણેય ભાષાઓ (તામિલ, તેલુગુ અને હિન્દી)માં રીલિઝ કરવામાં આવી છે. મુવીમાં નવાઝુદ્દીન સિદ્દીકી, તૃષા, બોબી સિમ્હા, વિજય સેથુપથી, સિમરન બગ્ગા લીડ રોલમાં છે. મુવીને ફેસ્ટિવ વીકનો ફાયદો મળશે. ‘પેટ્ટા’ એક ગેંગસ્ટર
 
રજનીકાન્ત ફરી કઇ ફિલ્મ લઇને આવી રહયા છે ?

અટલ સમાચાર,ડેસ્ક

‘કબાલી’, ‘કાલા’, ‘2.0’ બાદ 2019માં રજનીકાંત ફેન્સ માટે ગિફ્ટ લઈને આવ્યા છે. પોંગલ વીકમાં તેની ફિલ્મ ‘પેટ્ટા’ રીલિઝ થઈ ગઈ છે. તેને ત્રણેય ભાષાઓ (તામિલ, તેલુગુ અને હિન્દી)માં રીલિઝ કરવામાં આવી છે. મુવીમાં નવાઝુદ્દીન સિદ્દીકી, તૃષા, બોબી સિમ્હા, વિજય સેથુપથી, સિમરન બગ્ગા લીડ રોલમાં છે. મુવીને ફેસ્ટિવ વીકનો ફાયદો મળશે.
‘પેટ્ટા’ એક ગેંગસ્ટર ડ્રામા મુવી છે. ફિલ્મ કાર્તિક સુબ્બારાવે ડિરેક્ટ કરી છે. પેટ્ટા 1980-90 એરાના બેકગ્રાઉન્ડ પર બની છે. ફિલ્મમાં રજનીકાંત 90sના ગેટઅપમાં દેખાય છે. તેનો જે લુક છે તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. YouTube પર મુવીનું ટ્રેલર હજુ પણ ટ્રેન્ડમાં છે. આ સાઉથ ઈન્ડિયન મુવીમાં હિટ થવા માટેના તમામ મસાલાઓ છે. તેમાં એક્શન, રોમાન્સ, ડ્રામા, કોમેડીની ફ્લેવર સામેલ છે.