રાજપૂત સમાજની સાૈથી મોટી સંસ્થા ક્ષત્રિય યુવક સંઘનો 73મો સ્થાપના દિવસ ઉજવાયો
રાજપૂત સમાજની સાૈથી મોટી સંસ્થા ક્ષત્રિય યુવક સંઘનો 73મો સ્થાપના દિવસ ઉજવાયો

અટલ સમાચાર, મહેસાણા

ભારત દેશ અને સંસ્કૃતિ પર છેલ્લા 1300 વર્ષોથી થતા રહેલાં આક્રમણો સામે સંઘર્ષ કરવાવાળા ક્ષત્રિય વર્ગ આજે પણ આદર પૂર્વક યાદ કરવામાં આવે છે.રાજપૂતો પોતાનો ઈતિહાસ, સંસ્કૃતિ કર્મ, ધર્મ બધું જ દેશને અર્પણ કરી દીધુ. જેના માટે તેઓની ખાનદાનીને સલામ કરવી પડે. આજ રાજપૂતોની સાૈથી મોટી સંસ્થા ક્ષત્રિય યુવક સંઘના સ્થાપના દિવસની થોડી ઊંડાણથી વાત કરીએ.

ક્ષત્રિય યુવકસંઘની સ્થાપના 72 વર્ષ પહેલા 22 ડિસેમ્બર 1946ના રોજ એક યુગદ્રષ્ટા પૂજ્ય તનસિંહજીએ કરી હતી. દીર્ધદ્રષ્ટિ ધરાવતા તનસિંહજીએ સમાજમાં પ્રાણ ફૂંકવાનું બીડુ ઝડપી પાયાનુ નિર્માણ કરવાનું શરુ કર્યું જે આજે મોટા વટવૃક્ષ તરીકે શ્રી ક્ષત્રિય યુવક સંઘ નામથી ઓળખાય છે. આ સંસ્થા સ્ત્રી-પુરુષ, નાના-મોટા સાૈ વચ્ચે દોરીસંચારનું દુરંદેશી કાર્ય કરી રહી છે. સમાજથી વિખૂટા પડેલા નિર્બળ પ્રાણનો સંચાર કર્યો. સમગ્ર જાતિમાં પુનઃ સ્વાસ્થ્ય પ્રદાન કરીને શક્તિશાળી બનાવવાનું બીડું ઝડપ્યું. સામૂહિક સંસ્કારમયી, કર્મ પ્રણાલી પર સંગઠન પ્રસ્થાપિત થઈ ગયું. ધીરજ અને સાવધાની સાથે પથ વિચલિત રાજપૂત જાતિને ફરીથી ત્યાગ અને બલિદાનના માર્ગે સ્થાપિત કરવી એજ શ્રી ક્ષત્રિય યુવક સંઘનું કર્મ બનાવી દીધું. જેથી કેવળ રાજપૂત જાતિ જ નહીં પરંતુ દેશ  અને સમગ્ર માનવજાતિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે એવા ઉમદા હેતુથી ચાલી રહેલા શ્રી ક્ષત્રિય યુવક સંઘનો આજે 73મો સ્થાપના દિવસ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં જુદી-જુદી જગ્યાએ ઉજવાયો હતો.