છેવટે રાજસ્થાનમાં મુખ્યમંત્રીપદનું કોકડું ઉકેલાયુંઃ અશોક ગેહલોત મુખ્યમંત્રી, સચિન પાયલોટ ઉપમુખ્યમંત્રી

રાજસ્થાનમાં કોંગ્રેસે મુખ્યમંત્રીનો તાજ અશોક ગેહલોતના શીરે પહેરાવી દીધો છે. અશોક ગેહલોતનું નામ મુખ્યમંત્રી માટે નક્કી થતાં છેવટે સસ્પેન્સનો અંત આવ્યો છે. જ્યારે સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી બનતા અશોક ગેહલોતે રાજસ્થાનની જનતા, રાહુલ ગાંધી અને ધારાસભ્યોનો આભાર માન્યો છે. આ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને રાજસ્થાનના મુખ્યમંત્રી અને
 
છેવટે રાજસ્થાનમાં મુખ્યમંત્રીપદનું કોકડું ઉકેલાયુંઃ અશોક ગેહલોત મુખ્યમંત્રી, સચિન પાયલોટ ઉપમુખ્યમંત્રી

રાજસ્થાનમાં કોંગ્રેસે મુખ્યમંત્રીનો તાજ અશોક ગેહલોતના શીરે પહેરાવી દીધો છે. અશોક ગેહલોતનું નામ મુખ્યમંત્રી માટે નક્કી થતાં છેવટે સસ્પેન્સનો અંત આવ્યો છે. જ્યારે સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી બનતા અશોક ગેહલોતે રાજસ્થાનની જનતા, રાહુલ ગાંધી અને ધારાસભ્યોનો આભાર માન્યો છે.

આ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને રાજસ્થાનના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદના બે ઉમેદવાર કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથેનો ફોટો ટ્વીટ કર્યો હતો અને બાદમાં સાંજે કમલનાથની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાનમાં પણ રાહુલ ગાંધીએ એવું જ કર્યું છે.