રાજ્યસભા@ગુજરાત: પાર્ટીના આદેશ પ્રમાણે મતદાન કર્યુ : કાંધલ જાડેજા(NCP)

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે રાજ્યસભાની ચુંટણી રસપ્રદ બનતી જાય છે. આજ એનસીપીના કાંધલ જાડેજાએ મતદાન કર્યા બાદ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મેં પક્ષના આદેશ અનુસાર મતદાન કર્યુ છે. નોંધનિય છે કે, કાંધલ જાડેજા ચૂંટણી પહેલા ભાજપને મત આપવાની વાત કરી હતી. જોકે, એનસીપી પાર્ટી તરફથી તેમને કૉંગ્રેસને વોટ આપવા માટે વ્હીપ
 
રાજ્યસભા@ગુજરાત: પાર્ટીના આદેશ પ્રમાણે મતદાન કર્યુ : કાંધલ જાડેજા(NCP)

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે રાજ્યસભાની ચુંટણી રસપ્રદ બનતી જાય છે. આજ એનસીપીના કાંધલ જાડેજાએ મતદાન કર્યા બાદ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મેં પક્ષના આદેશ અનુસાર મતદાન કર્યુ છે. નોંધનિય છે કે, કાંધલ જાડેજા ચૂંટણી પહેલા ભાજપને મત આપવાની વાત કરી હતી. જોકે, એનસીપી પાર્ટી તરફથી તેમને કૉંગ્રેસને વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવ્યું છે. જોકે આજે મતદાન બાદ મીડિયાને સંબોધન કરતા કાંધલ જાડેજાએ જણાવ્યું છે કે, તેમણે પાર્ટીના આદેશ પ્રમાણે મતદાન કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે. આ તરફ અગાઉ ભાજપને મત આપવાનું જાહેર કરી ચુકેલા કાંધલ જાડેજાના મતદાન બાદના નિવેદનથી ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. મીડિયા સામે પાર્ટી લાઇન પર વોટિંગ કર્યાંનું કહેનારા કાંધલ જાડેજા વોટિંગ માટે બીજેપીના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે આવ્યા હતા અને તેમની સાથે જ ગયા હતા. આથી તેઓ મીડિયા સામે ખોટું બોલી રહ્યાનું લોકો માની રહ્યા છે.

સમગ્ર મામલે રાજ્યસભાની ચૂંટણી માટે વોટિંગ કરીને બહાર આવેલા કાંધલ જાડેજાએ જણાવ્યું કે, “મેં પાર્ટીના આદેશ પ્રમાણે વોટિંગ કર્યું છે. 2017માં પણ પાર્ટીના અધ્યક્ષના આદેશ પ્રમાણે મતદાન કર્યું હતું. હાલ કોને મત આપ્યો છે તે હું ન કહી શકું. કારણ કે તેનાથી ગુપ્તતા નથી રહેતી. પરંતુ પાર્ટીના આદેશ પ્રમાણે મેં મતદાન કર્યું છે.”