આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

મુસ્લિમોના એક વર્ગમાં પ્રચલિત ત્રણ તલાકની પ્રથાને અપરાધની શ્રેણીમાં લાવનારું બિલ રાજ્યસભામાં રજૂ કરવાનુ હતુ. ભાજપ અને કોંગ્રેસે આ બિલને ધ્યાને રાખી પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી સોમવારે ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત અન્ય દળોએ પણ આ મહત્વપૂર્ણ બિલ રજૂ થવાને લઈ પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા કહ્યું હતું.

આ બિલમાં એક સાથે ત્રણ તલાક બોલનારા શખ્સને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે

સોમવારે રાજ્યસભાની શરૂઆત થતાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. સતત થઈ રહેલા હોબાળાને લઈ પહેલાં રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ 2 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં હોબાળો થતાં ફરીથી 15 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ત્રીજી વાર કાર્યવાહી શરૂ થતાં જ ત્રણ તલાક મુદ્દે ગૃહમાં ફરી હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી 2 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

રાજ્યસભામાં હાલ 244 સાંસદોમાંથી ભાજપની પાસે 73 સાંસદ છે. તેના સહયોગીઓમાં જેડીયૂના 6, અકાલી દળના 3 અને શિવસેનાના 3 સાંસદો છે. કેટલીક નાની પાર્ટીઓના 4 સાંસદોનું સમર્થન ભાજપ સાથે છે. નામાંકિત અને અપક્ષ મળી વધુ 9 સાંસદ ભાજપના પક્ષમાં આવી શકે છે. એટલે કે 244માંથી કુલ 98 સાંસદોનું સમર્થન બલિને મળી શકે છે. તેની સામે વિપક્ષનું સંખ્યાબળ વધુ છે. યૂપીએ પાસે 112 સાંસદોનું સમર્થન છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code