આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કડી

મહેસાણા જિલ્લો જન આંદોલનનું કેન્દ્રબિંદુ બની રહ્યો ત્યારે એક અલગ જ સુંદર સામાજીક લડત બહાર આવી છે. કડી શહેરમાં મહિલાઓ મોટી સંખ્યામાં રોડ પર ઉતરી રેલીમાં જોડાઇ હતી. જેમાં લવ મેરેજ અંગે કડક જોગવાઈઓ કરવા તંત્રને રજૂઆત કરી હતી. સૌપ્રથમવાર પ્રેમલગ્ન મામલે નિયમો કરવા આંદોલન છેડવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વિવિધ સમાજની મહિલાઓ બેનરો સાથે રસ્તા પર જોવા મળી હતી. લવ મેરેજ અંગે જનજાગૃતિ કેળવી મહારેલી કાઢવા તડામાર તૈયારીઓ કરી આખરે અવાજ બુલંદ કર્યો છે. યુવક યુવતીના પ્રેમલગ્ન મામલે અવારનવાર સામે આવતાં ચકચારી ઘટના વિરુદ્ધ મહિલાઓ મક્કમ બની છે. કડી શહેરની મહિલાઓએ લવ મેરેજમાં સાક્ષીઓ, યુવતીની ઉંમર, પ્રેમલગ્ન બાદ કડક જોગવાઈઓ સહિતની બાબતે રજૂઆત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિવિધ સમાજમાંથી મોટી સંખ્યામાં રેલીમાં આવેલી મહિલાઓ પ્રેમલગ્ન બાબતે જોગવાઇ કરાવવા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું હતું. જાગૃત મહિલાઓ સાથે સ્થાનિક આગેવાનો સહિતના પ્રબુધ્ધ નાગરિકો દોડી આવ્યા હતા. સૌથી મોટી વાત છે કે, પ્રેમલગ્ન મામલે મહેસાણા જિલ્લાના કડીમાં સૌપ્રથમવાર અવાજ સામે આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code