અઘાર ક્લસ્ટરની શાળાઓમાં કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ

અટલ સમાચાર, પાટણ સરસ્વતી તાલુકાના અઘાર ક્લસ્ટરની શાળાઓમાં આજરોજ કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ હતી. જેમાં ઘાયલ પશુ-પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન પક્ષી સંરક્ષણ માટેના શ્રેષ્ઠ અભિગમ દર્શાવતા આ કાર્યક્રમમાં લોકજાગૃતિ ફેલાવી હતી. જે અન્વયે આજરોજ શાળાઓમાં પ્રાર્થના સભામાં પ્રાથમિક શાળાના બાળકોને ચાઈનીઝ માંજા, પ્લાસ્ટિક દોરી, ચાઈનીઝ તુક્કલ વગેરેના ઉપયોગથી પર્યાવરણને નુકશાન થાય છે જે
 
અઘાર ક્લસ્ટરની શાળાઓમાં કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ

અટલ સમાચાર, પાટણ

સરસ્વતી તાલુકાના અઘાર ક્લસ્ટરની શાળાઓમાં આજરોજ કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ હતી. જેમાં ઘાયલ પશુ-પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન પક્ષી સંરક્ષણ માટેના શ્રેષ્ઠ અભિગમ દર્શાવતા આ કાર્યક્રમમાં લોકજાગૃતિ ફેલાવી હતી.

જે અન્વયે આજરોજ શાળાઓમાં પ્રાર્થના સભામાં પ્રાથમિક શાળાના બાળકોને ચાઈનીઝ માંજા, પ્લાસ્ટિક દોરી, ચાઈનીઝ તુક્કલ વગેરેના ઉપયોગથી પર્યાવરણને નુકશાન થાય છે જે બાબતનો સમજૂતી આપવામાં આવી હતી. આ પ્રકારના માંજા પશુ-પક્ષી જ નહીં પરંતુ મનુષ્ય માટે પણ જીવલેણ છે તે વાતની સમજ આપવામાં આવી હતી. જયેશભાઈ મેવાડાએ વધુમાં બાળકોને સમજાવ્યું કે વહેલી સવારે સૂર્યોદય પહેલા તેમજ સૂર્યાસ્ત સમયે પક્ષીઓનો ઉડાન સમય હોય મોટી સંખ્યામાં પક્ષીઓ આવન-જાવન કરતા હોય તેઓની જીવ રક્ષા માટે આ સમય દરમ્યાન પતંગ કે ફાનસ અને તુક્કલ વગેરે ન ઉડાવવું. અઘાર સી.આર.સી.કો. નિલેશ શ્રીમાળીએ આજરોજ આ પ્રકારનું સુંદર આયોજન કરવા બદલ હનુમાનપુરા શાળાના આચાર્ય અને સ્ટાફ્ને અભિનંદન આપ્યા હતા.