રામ@અયોધ્યા: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ બંગાળના સીએમ મમતા બેનર્જી રાજધાની કોલકાતામાં રેલી કાઢશે.

મમતા બેનર્જીની પાર્ટીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસ માટે એક ખૂબ જ મોટો પ્લાન બનાવ્યો છે
 
mamta benarji file photo

અટલ સમાચાર, ડેસ્ક 

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું - હું 22 જાન્યુઆરીએ એક રેલીનું આયોજન કરીશ. તેની શરૂઆત મહાકાલી મંદિરથી થશે. અહીં મારા ધ્વારા મહાકાલીની પૂજા થશે. આ પછી અમે હઝારાથી પાર્ક સર્કસ મેદાન સુધી એક સદ્ભાવ રેલી કાઢીશું. 
આ સમય દરમિયાન અમે રસ્તામાં આવતા મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓને આવરી લઈશું. લોકસભા ચૂંટણી 2024 પહેલા યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દ્વારા ભાજપ અન્ય વિરોધ પક્ષો પર મનોવૈજ્ઞાનિક લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. 
ભાજપનો મુકાબલો કરવા માટે તમામ પાર્ટીઓ પોત-પોતાની રણનીતિ બનાવી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની પાર્ટીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસ માટે એક ખૂબ જ મોટો પ્લાન બનાવ્યો છે. 

મમતા બેનર્જીએ પોતે આ અંગે માહિતી આપી હતી. મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હું 22 જાન્યુઆરીએ એક રેલી કાઢીશ. તેની શરૂઆત મહાકાલી મંદિરથી થશે. અહીં હું મા કાલીની પૂજા કરીશ. આ પછી અમે હઝારાથી પાર્ક સર્કસ મેદાન સુધી એક સદ્ભાવ રેલી કાઢીશું. આ સમય દરમિયાન અમે રસ્તામાં આવતા મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓને આવરી લઈશું. આ રેલીમાં દરેક વ્યક્તિ સામેલ થઈ શકે છે. તે જ દિવસે મારા પક્ષના સભ્યો બપોરે 3 વાગ્યે દરેક જિલ્લાના દરેક બ્લોકમાં એક રેલી કાઢશે.

મમતા બેનર્જીએ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા અને અન્ય ધાર્મિક ક્રિયાક્રમ પુજારીઓનું કામ છે. પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ અમારું કામ નથી, આ સાધુઓનું કામ છે. અમારું કામ પાયાની સુવિધાઓને મજબૂત કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. રામ મંદિર ટ્ર્સ્ટના મતે 12.20 મિનિટ પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની શરૂઆત થશે. [p.m]નરેન્દ્ર મોદીને આ માટે મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે.