આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કુંભ ખાતે VHP અને RSSની બેઠકમાં શામેલ થયેલા ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, “વર્ષ ૧૯૫૨માં સોમનાથ મંદિરની સ્થાપના સાથે દેશ ઝડપથી આગળ વધ્યો હતો, ત્યારબાદ હવે ૨૦૨૫માં રામજન્મભૂમિ ખાતે મંદિર બન્યા બાદ ફરીથી આ દિશામાં વધુ ગતિ પ્રાપ્ત થવાની છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રામ મંદિર રાષ્ટ્રની ચેતનાનું કેન્દ્ર છે. મંદિરો તો હજારો છે, પરંતુ તે કરોડો લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે. આ મંદિરનું નિર્માણ થયા બાદ દેશ આગળના ૧૫૦ વર્ષોમાં મોટી પૂંજી પ્રાપ્ત કરશે”.
હકીકતમાં, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કેન્દ્રની વર્તમાન મોદી સરકાર દ્વારા રામ મંદિરને લઇ એક સંદેશો આપવામાં આવી રહ્યો છે, જયારે બીજી બાજુ સરકાર માટે લોકસભાની ચૂંટણી પહેલા એક સંકેતના રૂપમાં જોવાઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ નેતાઓમાંના એક ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, “દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. જે દેશમાં કાયદાની વ્યવસ્થા, કોર્ટની પ્રત્યે અવિશ્વાસ નથી, તેની ઉત્થાન સંભવ નથી, આ અંગે પણ કોર્ટ વિચાર કરે”.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code