અલ્પેશ સામે બળવો કરનાર રામજી ઠાકોરને સેનાએ હાંકી કાઢ્યા

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કરી સેના સાથે ગદ્દારી કરવી ભારે પડી વિસનગરમાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણયે અલ્પેશ ઠાકોરનો આગામી નિર્ણય ઠાકોર સમાજ અને ગુજરાતના યુવાનો માટે લાભદાઇ હશે
 
અલ્પેશ સામે બળવો કરનાર રામજી ઠાકોરને સેનાએ હાંકી કાઢ્યા

અટલ સમાચાર.મહેસાણા, અમદાવાદ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અવગણના કરાતા કોંગ્રેસ સાથે લોકસભા ચૂંટણી પહેલા જ ગઠબંધન તોડી પડાયુ હતું. કોંગ્રેસથી સેના અલગ થતા જ અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી હતી. જેને લઇને રાજકીય માહોલ ગરમાયો હતો. જો કે લોકસભા ચુુંટણી સમયે ઠાકોર સેનાના મહેસાણા જિલ્લા પ્રમુખ રામજી ઠાકોરે  બળવો કરી અને અલ્પેશ ઠાકોર સામે મોરચો માંડ્યો હતો અને મહેસાણાના કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યુ હતું. જેને લઇને રામજી ઠાકોર સામે સેનામાં ભારોભાર રોષ જોવા મળતો હતો. જો કે લોકસભા ચુંટણીને પગલે કોઇપણ પગલાં લેવાયા ન હતા. પરંતુ ચુંટણી પુરી થઇ ગઇ છે પરિણામ પણ આવી ગયા છે ત્યારે હવે સેના દ્વારા બળવાખોરોને સબક શીખવાડવાનું શરુ કરી દેવાયું છે.

અલ્પેશ સામે બળવો કરનાર રામજી ઠાકોરને સેનાએ હાંકી કાઢ્યા
વિસનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ કાર્યાલય મંત્રી ભરતજી ઠાકોર (બેચરાજી ધારાસભ્ય) ના અધ્યક્ષ સ્થાને તેમજ મનોજભાઇ ઠાકોર સહિત સેનાના અગ્રણીઓની શનિવારે મિટીંગ મળી હતી. જેમાં જિલ્લા કૉર કમિટી,તાલુકાઓની કૉર કમિટી તમામ તાલુકા પ્રમુખ અને ગામ સમિતિ પ્રમુખ હૉદૉદારની હાજરીમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા પ્રમુખ રામજીભાઈ ઠાકોરને પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. ટુંક સમયમાં હજારોની મેદની વચ્ચે મહેસાણા ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવનાર છે. ક્ષત્રિય ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે આહવાન કરે છે.

અલ્પેશ સામે બળવો કરનાર રામજી ઠાકોરને સેનાએ હાંકી કાઢ્યા

વિધાનસભા સમયે ખાસ લોકસભા ચુંટણી પછી વિરોધી બન્યા

મહેસાણા તાલુકાના તળેટી ગામના રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરના ખાસ મનાતા હતા. વિધાનસભાની 2017ની ચુંટણીમાં અલ્પેશના ચારહાથ હોવાથી રામજી ઠાકોરને ખેરાલુ વિધાનસભાની ટીકીટ મળી હોવાનું કહેવાય છે. જો કે તેઓ હારી ગયા હતા. જો કે લોકસભા ચુંટણીમાં સેના સાથે ગદ્દારી કરી અલ્પેશ ઠાકોર સામે મોરચો માંડતા રામજી ઠાકોરે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કર્યુ હતું. જો કે તેનો કોઇ પણ લાભ કોંગ્રેસને મળ્યો હોય તેવું જોવા મળ્યુ ન હતું. કોંગ્રેસના ઉમેદવાર મોટી લીડથી હાર્યા હોવાથી રામજી ઠાકોરનું વર્ચસ્વ સમાજમાં કેટલુ હતુ તે સૌ કોઇ જાણી ગયા છે.

અલ્પેશ ઠાકોર સમાજના વિકાસનું ગણિત લઇ પગલા લે છેઃસમર્થક 
છેલ્લા 22 વર્ષથી આઇસીયુમાં રહેલી કોંગ્રેસને 2017ની વિધાનસભા ચુંટણીમાં ઠાકોર સેનાનું સમર્થન મળતા ફાયદો થયો હતો. અને સીટો પણ વધી હતી. જો કે સત્તા સુધી કોંગ્રેસ પહોચી શકી ન હતી. જેને લઇને ભાજપ પણ સફાળુ જાગ્યુ હતું. જો કે બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઠાકોર સેનાની અને અલ્પેશની સતત અવગણના કરાતી હતી. જેથી લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ સાથે ઠાકોર સેનાનું ગઠબંધન તુટી ગયુ હતું.
લોકસભામાં એકપણ સીટ ગુજરાતમાં કોંગ્રેસને મળી નથી તે તો ઠીક પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને મોટી લીડથી હાર્યા છે જે ચિંતાનો વિષય છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાજપમાં જઇ મંત્રી બની શકે છે તેવા સમાચાર વારંવાર આવી રહ્યા છે તો જે અલ્પેશ પોતાના કરતા સમાજના વિકાસનું ગણિત વધુ માંડે છે તેવું તેમના નજીકના સુત્રોનું માનવું છે. અલ્પેશનો આગામી કોઇપણ નિર્ણય હશે પરંતુ તે ઠાકોર સમાજ તેમજ ગુજરાતના યુવાનો માટે લાભદાઇ હશે.