ramnath kovind
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ સવારે કેવડિયા ખાતે ખાસ હાજરી આપી હતી. આજે સરદાર પટેલની પુણ્યતિથિ છે. જે નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદ આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વેલી ઓફ ફ્લાવર જઇ સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. સાથે જ વૉલ ઓફ યુનિટી નજીક પ્રાર્થનાસભામાં ભાગ લીધા બાદ તેઓએ કેવડિયા ખાતે 20 કરોડના ખર્ચે નિર્માણધીન રેલવે સ્ટેશનનું ખાત મૂહુર્ત કર્યુ  હતુ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતના ભાગરુપે નર્મદા કેવડિયા કોલોની પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિનું સાધુબેટ હેલિપેટ ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ અહીંથી સીધા જ વેલી ઓફ ફ્લાવર જઈ સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરશે અને ત્યારબાદ ફ્લાવર શો નિહાળ્યો હતો. સાથે જ વૉલ ઓફ યુનિટી નજીક પ્રાર્થનાસભામાં પણ ભાગ લીધો હતો. વિશ્વની વિરાટતમ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમણે કેવડિયા ખાતે 20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે સ્ટેશનનું ખાત મૂહુર્ત કર્યુ હતું. કેવડીયામાં બનનાર દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદે ભૂમિ પૂજન કર્યું હતું.

આ રેલવે સ્ટેશન દેશનું પહેલું ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે. આ રેલવે સ્ટેશન સપ્ટેમ્બર 2019 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. અંદાજીત 20 કરોડનાં ખર્ચે આ રેલવે સ્ટેશનનું નિર્માણ થશે, જેનાથી કેવડિયાના લોકોને ટ્રાન્સપોર્ટેશનનો નવો માર્ગે મળી રહેશે. રાષ્ટ્રપતિનાં પ્રવાસને લઇને ખાતમુર્હૂત સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગ્રીન રેલવે સ્ટેશનનું ડેમો સ્ટ્રકચર ખાતમુર્હૂત સ્થળે મુકવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદ ભૂમિપૂજન બાદ જાહેરસભાને સંબોધિત કરશે. આ જાહેરસભાનાં કાર્યક્રમમાં ટોચનાં તમામ અગ્રણીઓ હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી, રેલ મંત્રી પિયુષ ગોયલ સહિત દિગ્ગજો જાહેરસભાને સંબોધશે. જોકે રાષ્ટ્રપતિનાં કાર્યક્રમને લઇને થોડાક સમય માટે અન્ય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ બંધ રહેશે.

ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા એક નાના શહેર કેવડિયાને રેલવે સ્ટેશનની ભેટ મળશે. કેવડિયાને વહેલામાં વહેલી તકે રેલવે સ્ટેશન તૈયાર કરવાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 15 ડિસેમ્બરે પાયો નાખશે. સરદાર પટેલની પુણ્યતિથિના રોજ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓ.પી.કોહલી, કેન્દ્રીય રેલવે મંત્રી સહિત રાજ્ય રેલવે મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કેવડિયા ખાતે પ્રસ્તાવિત રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદ ભૂમિપૂજન કરશે. આ રેલવે સ્ટેશન દેશનું પહેલું ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે. આ રેલવે સ્ટેશન સપ્ટેમ્બર 2019 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. અંદાજીત 20 કરોડનાં ખર્ચે આ રેલવે સ્ટેશનનું નિર્માણ થશે. રેલવે સ્ટેશનમાં ચંદોડથી કેવડિયા નવી લાઇન બનશે. 32 કિલોમીટરની આ લાઇન હશે. ઉપરાંત કેવડિયાથી ડભોઇ થઇ વડોદરા જોડાશે. આ મુદ્દે ખાસ કેવડિયા દેશભરના રેલવે નેટવર્ક સાથે જોડાશે તેવો આશાવાદ વ્યકત કરાયો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code