મહેસાણાના રામપુરા-કુકસ ખાતે આડા સંબંધની શંકાને લઇ ખેલાયો લોહીયાળ જંગ: બે યુવકોના મોત

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જિલ્લાના રામપુરા કુકસમાં ગત મોડીરાત્રિએ એક જૂથ અથડાણની ઘટના બની હતી. આ ઘટનામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં ઘાતકી હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાતકી હથિયારોના હુમલાના કારણે બે યુવકોને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ
 
મહેસાણાના રામપુરા-કુકસ ખાતે આડા સંબંધની શંકાને લઇ ખેલાયો લોહીયાળ જંગ: બે યુવકોના મોત

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લાના રામપુરા કુકસમાં ગત મોડીરાત્રિએ એક જૂથ અથડાણની ઘટના બની હતી. આ ઘટનામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં ઘાતકી હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાતકી હથિયારોના હુમલાના કારણે બે યુવકોને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી. જ્યારે પોલીસે બંને યુવકોની લાશને કબજામાં લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.

મહેસાણાના રામપુરા-કુકસ ખાતે આડા સંબંધની શંકાને લઇ ખેલાયો લોહીયાળ જંગ: બે યુવકોના મોત

મળતી માહિતિ મુજબ રામપુરા-કુકસ ખાતે એક ઠાકોર પરિવારના યુવકને તેની કાકીના અન્ય પુરૂષ સાથે આડાસંબંધો હોવાનુ માલુમ પડતા તેને ઠાકોર સમાજના જ અને તેની કાકી સાથે આડાસંબંધ ધરાવતા સોમાજી પુંજાજી ઠાકોર સમાજના યુવક સાથે બોલાચાલી કરતા આ મામલો વધુ બિચકતા સોમાજી પુંજાજી ઠાકોર સહિત અન્ય ૬ વ્યકિતઓએ અર્જુનજી અગરજી ઠાકોર અને ગણેશજી નેનાજી ઠાકોર ઉપર ધાતકી હથિયાર વડે હુમલો કરતા આ બંનેના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જેને લઇ તાત્કાલિક તાલુકા પોલીસે ઘટનાસ્થળે જઇ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને બંને યુવકોની લાશને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. આ સાથે પોલીસે ૭ લોકો વિરૂધ્ધ ગુનો નોંધનીને વધુ તપાસ હાથ ધરી છે.