લગ્નની લાલચ આપી કડી પંથકની સગીરા પર રેપ, બીજી યુવતિનું અપહરણ

અટલ સમાચાર.મહેસાણા લગ્ન કરવાની લાલચ આપી કડી પંથકની સગીરાનું અપહરણ કરવાના બનાવમાં વિરમગામ પંથકના યુવક સામે ફરિયાદ નોધાઇ છે. જ્યારે બીજા બનાવમાં દુષ્કર્મના ઇરાદે યુવતિને ભગાડી જનાર વડનગરના શાહપુર ગામના યુવક સામે પોલીસ ફરિયાદ નોધાતા વધુ તપાસ હાથ ધરાઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કડી પંથકના એક વિસ્તારની સગીરાને ઠાકોર સંજયજી
 
લગ્નની લાલચ આપી કડી પંથકની સગીરા પર રેપ, બીજી યુવતિનું અપહરણ

અટલ સમાચાર.મહેસાણા

લગ્ન કરવાની લાલચ આપી કડી પંથકની સગીરાનું અપહરણ કરવાના બનાવમાં વિરમગામ પંથકના યુવક સામે ફરિયાદ નોધાઇ છે. જ્યારે બીજા બનાવમાં દુષ્કર્મના ઇરાદે યુવતિને ભગાડી જનાર વડનગરના શાહપુર ગામના યુવક સામે પોલીસ ફરિયાદ નોધાતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કડી પંથકના એક વિસ્તારની સગીરાને ઠાકોર સંજયજી બચુજી (રહે.રહેમલપુરા તા.વિરમગામ)એ પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી હતી. અને લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી તા.૦૨/૦૮/૨૦૨૦ ના રોજ કડી પટેલ ભુવનથી ઇકો ગાડીમાં બેસાડી સચાણા થઇ ધાગધ્રા ખેતરોમાં તથા તેના ગામ રહેમલપુરા ગામે ખેતરોમાં આવેલ મકાને લઇ જઇ સગીરા સાથે બળજબરીથી તેણીની મરજી વિરૂધ્ધ શરીર સુખ માણ્યુ હતું. આ મામલે કડી પોલીસ મથકે ફરિયાદ નોધાતા તપાસ હાથ ધરાઇ છે.

જ્યારે બીજી ઘટનામાં વડનગર તાલુકાના શાહપુર(વડ) ગામનો ઠાકોર મનુજી લેલાજી દ્વારા યુવતિને લગ્નની લાલચ આપી જારકર્મ કરવાના ઇરાદે લલચાવી ભગાડી જવાતા યુવતિના પરિવાર દ્વારા વડનગર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.