તમારા શરીરમાં જ છે રાસીના ચિન્હો…જાણો કેવી થાય છે અસર

કોઇ પણ વ્યક્તિના ચહેરા પરથી જ મોટે ભાગે આપણી તેનો સ્વભાવ જાણી શકીએ છીએ. એટલે જ કહેવાય છે કે વ્યક્તિનો ચહેરો તેનો અરીસો છે. જો કે તેની પાછળ વિજ્ઞાન છે. સામુદ્રિક વિજ્ઞાન અંતર્ગત ચહેરા પર ખાસ કરીને કપાળમાં બનેલી રેખાઓ અને જુદા જુદા ચિહ્નો પરથી જાણી શકાય છે કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે. ચહેરા પર
 
તમારા શરીરમાં જ છે રાસીના ચિન્હો…જાણો કેવી થાય છે અસર

કોઇ પણ વ્યક્તિના ચહેરા પરથી જ મોટે ભાગે આપણી તેનો સ્વભાવ જાણી શકીએ છીએ. એટલે જ કહેવાય છે કે વ્યક્તિનો ચહેરો તેનો અરીસો છે. જો કે તેની પાછળ વિજ્ઞાન છે. સામુદ્રિક વિજ્ઞાન અંતર્ગત ચહેરા પર ખાસ કરીને કપાળમાં બનેલી રેખાઓ અને જુદા જુદા ચિહ્નો પરથી જાણી શકાય છે કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે. ચહેરા પર તમામ રાશિના ચિહ્નો હોય છે. કયું ચિહ્ન કઈ રાશિ સાથે જોડાયેલું છે તે પણ સમજીએ.
મેષઃ આનું ચિહ્ન અંકુશ આકારનું હોય છે. ડાબા કાનના ઉપરના ભાગમાં મેષ રાશિનું સ્થાન છે.
સિંહઃ સિંહ રાશિનું સ્થાન જમણી ભ્રમર પર હોય છે. હ્રસ્વ ઉ જેવું ગોળ ચિહ્ન હોય છે.
વૃષભઃ વૃષભ રાશિનું ચિહ્ન હિંદીના 4 આંક જેવું હોય છે, અને લલાટની વચ્ચે આ ચિહ્ન જોઈ શકાય છે.
મિથુનઃ મિથુન રાશિનું સ્થાન જમણા કાનની ઉપર હોય છેય આ ચિહ્નમાં બે ઉભી રેખાઓ હોય છે. આ ચિહ્ન મેષ રાશિ પાસે જ હોય છે.
કન્યાઃ જમણા ગાલ પર કન્યા રાશિનું ચિહ્ન જોઈ શકાય છે. તે અંગ્રેજની એન અને પી જેવું દેખાય છે.
કર્કઃ તેનું ચિહ્ન સાત અંકની જોડી સમાન હોય છે, અને તેમાં સાતનો પહેલો અંક સીધો, બીજો ઉંધો હોય છે. આ ચિહ્નું સ્થાન લલાટની ઉપરની બાજુ હોય છે.
વૃશ્વિકઃ હોઠના બરાબર ઉપર અને નાની નીચે વૃશ્વિક રાશિનું ચિહ્ન હોય છે. જે અંગ્રેજી એમ જેવું લાગે છે.
મીનઃ આ રાશિનું ચિહ્ન હિંદીના 36 અંક જેવું હોય છે. ડાબા ગાલ પર આ ચિહ્ન જોઈ શકાય છે.
મકરઃ અંગ્રેજીના વીપી સમાન આ રાશિનું ચિહ્ન હોય છે. જે દાઢી પાસે હોય છે.
કુંભઃ કુંભ રાશિના ચિહ્નમાં બે ત્રાંસી રેખાઓ સમાન હોય છે. આ ચિહ્ન ડાબી ભ્રમર પર દેખાય છે.