રસિયાઓની ઠંડી ઉડાડવા ટ્રક ભરીને લવાયેલો 7.11 લાખનો વિદેશી દારૂ પકડાયો

અટલ સમાચાર, ભુજ ભચાઉના નાની ચીરઈમાં ફરી એકવાર દારૂ ઝડપાયો છે. ગામના બાવળોની ઝાડીથી ધેરાયેલાં સીમાડામાં પોલીસે દરોડો પાડી એક ટ્રકમાંથી 7.11 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. કડકડતી ઠંડીમાં રસિયાઓને ગરમી પૂરી પાડવા જૂની મોટી ચીરઈના બઢીયા, કાના વેલા અને મોરગરના ઈમરાન યુસુફ રાયમા નામના બૂટલેગરોએ ટ્રકમાં દારૂ મંગાવ્યો હોવાની ભચાઉ પોલીસને બાતમી મળી
 
રસિયાઓની ઠંડી ઉડાડવા ટ્રક ભરીને લવાયેલો 7.11 લાખનો વિદેશી દારૂ પકડાયો

અટલ સમાચાર, ભુજ

ભચાઉના નાની ચીરઈમાં ફરી એકવાર દારૂ ઝડપાયો છે. ગામના બાવળોની ઝાડીથી ધેરાયેલાં સીમાડામાં પોલીસે દરોડો પાડી એક ટ્રકમાંથી 7.11 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

કડકડતી ઠંડીમાં રસિયાઓને ગરમી પૂરી પાડવા જૂની મોટી ચીરઈના બઢીયા, કાના વેલા અને મોરગરના ઈમરાન યુસુફ રાયમા નામના બૂટલેગરોએ ટ્રકમાં દારૂ મંગાવ્યો હોવાની ભચાઉ પોલીસને બાતમી મળી હતી. જેના પગલે પોલીસે મોડી રાત્રે નાની ચીરઈના રેલવે ક્રોસીંગ નજીક બાવળોની ઝાડીથી ધેરાયેલાં સીમાડામાં દરોડો પાડ્યો હતો. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં બને છે તેમ સ્થળ પરથી તમામ આરોપી બંધુકની ગોળીની જેમ પોલીસના હાથમાંથી સરકી ગયા હતા.

પોલીસે જણવ્યું કે સ્થળ પર હાજર કાના વેલા બઢીયા નાસી ગયો હતો જ્યારે બાકીના બે બૂટલેગરો સ્થળ પર હાજર નહોતા. પોલીસે 3 લાખ 65 હજાર 400 રૂપીયાની કિંમતની વ્હિસ્કીની 1044 નંગ બોટલ અને 3.45.600 રૂપિસા ની દારૂના ક્વાર્ટરની 2304 નંગ બોટલ મળી કુલ 7.11 લખનો દારૂ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્થળ બાવળની ઝાડીઓથી ધેરાયેલું છે અને અહીંથી અવાર-નવાર વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાતો રહે છે.