આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,જુનાગઢ

અનામત આંદોલનથી નેતા બનેલા રેશ્મા પટેલ વિધાનસભા ચુંટણી દરમ્યાન ભાજપમાં જોડાઇ ગયા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી આડકતરી રીતે ભાજપ ઉપર પ્રહાર કરતા પાટીદાર અને ભાજપનું રાજકારણ ગરમાઇ રહયુ છે. જેમાં ફરી એકવાર જુનાગઢ નજીકની રેસ્ટોરન્ટમાં તસ્વીરો ખેંચાવી વિકાસ ગાંડો હોવાનું જાહેર કર્યુ છે. રેશ્મા પટેલને ભાજપનો વિકાસ ગળે ઉતરતો ન હોવાથી પાર્ટીની મર્યાદામાં રહી બળાપો કાઢી રહયા છે.

શુક્રવારે રેશ્મા પટેલે જુનાગઢ નજીકની એક રેસ્ટોરન્ટની પોતાની સહેલી સાથે મુલાકાત લીધી હતી. જયાં જમવાનો ઓર્ડર કર્યા બાદ વેઇટરે ડીશમાં જમવાનું પિરસ્યુ હતુ. આ દરમ્યાન અચાનક રાજનિતિનો રંગ જાણે સોળે કલાએ ખીલી ઉઠયો હોય તેમ પાટીદારો અને ભાજપ માટે ચર્ચાનો વિષય બનાવવાની તક આપી દીધી છે. જમણની ડીશ સાથે આવેલ સંદેશાને સોશિયલ મિડીયામાં શેર કરતા પંથકનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.

રેશ્મા પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “હું ગુજરાતની ઐતિહાસિક ધરોહર એવા ગીરનારની ગોદમાં તેમજ મારા વતન જૂનાગઢની એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ગઈ હતી. અહીં ખાવાની દરેક આઇટમ સાથે એક સ્ટિકર પર સંદેશ લખીને આવે છે. અમારી થાળીમાં બે મેસેજ આવ્યા હતા, જેમાંથી એક મેસેજમાં
‘વિકાસ ગાંડો થયો છે તેવું લખેલું હતુ. હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી હોવાથી ગંભીરતાથી આ વાત કહેવા માંગુ છું કે સરકારને શીખ આપતો આ સંદેશ એવું કહેવા માંગે છે કે લોકો જાગી ગયા છે. લોકો સરકારમાં પોતાના હકને ઓળખી ગયા છે, સરકાર સાથે કોઈ વેર નહીં, ભ્રષ્ટ શાસકોની કોઈ ખેર નહીં, હવે બદલશે આપણો દેશ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code