ધાનેરામાં બેટી બચાવો, બેટી પઢાવો નવદંપતી દ્વારા કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, બનાસકાંઠા મહિલા અને બાળ વિકાસ તાલુકા પંચાયત ICDS વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત ધાનેરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને દિકરીના ઉછેરમાં સ્વસ્થ માનસિકતા સ્થાપિત થાય અને સ્ત્રી ભ્રૃણ હત્યા અટકે તે અંગે ઇપસ્થિત લોકોને માર્ગદર્શન અપાયું હતું. ડીસા લો કોલેજના પ્રો.રાજુલાબેન દેસાઈએ સ્ત્રી ભ્રૃણ હત્યાને લગતા વિવિધ કાયદાકીય જોગવાઈઓ અને
 
ધાનેરામાં બેટી બચાવો, બેટી પઢાવો નવદંપતી દ્વારા કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, બનાસકાંઠા
મહિલા અને બાળ વિકાસ તાલુકા પંચાયત ICDS વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત ધાનેરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને દિકરીના ઉછેરમાં સ્વસ્થ માનસિકતા સ્થાપિત થાય અને સ્ત્રી ભ્રૃણ હત્યા અટકે તે અંગે ઇપસ્થિત લોકોને માર્ગદર્શન અપાયું હતું. ડીસા લો કોલેજના પ્રો.રાજુલાબેન દેસાઈએ સ્ત્રી ભ્રૃણ હત્યાને લગતા વિવિધ કાયદાકીય જોગવાઈઓ અને સરકારની બેટી બચાવો, બેટી પઢાવો અન્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નથાભાઈ પટેલ, બળવંતભાઈ બારોટ, હેલ્થ ઓફીસર પી.એમ.ચૌધરી , જયશ્રીબેન મોદી, આશઆબેન પટેલ, શારદાબેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.