મહેસાણા જિલ્લામાં બનેલ ક્રાઈમની ટુંકી વિગતો… વાંચો એક ક્લીકમાં

અટલ સમાચાર, મહેસાણા, સતલાસણા, કડી, વિસનગર વિસનગરમાં 78 હજારની ચોરી કરી તસ્કરો ગાયબ વિસનગર શહેર પોલીસમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર વિસનગર ટાઉન રેલવે સ્ટેશન સામે, સયાજી આશ્રમ સંકુલમાં ચોરી થવા પામી છે. આ તસ્કર ટોળકીએ વણકર બબલદાસ બેચરદાસ ઉર્ફે કવિ બુદ્ધીઘન વિસનગરીના મકાનને નિશાન બનાવી બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં રહેલ તાબા-પિત્તળના વાસણો
 
મહેસાણા જિલ્લામાં બનેલ ક્રાઈમની ટુંકી વિગતો… વાંચો એક ક્લીકમાં

અટલ સમાચાર, મહેસાણા, સતલાસણા, કડી, વિસનગર

વિસનગરમાં 78 હજારની ચોરી કરી તસ્કરો ગાયબ

વિસનગર શહેર પોલીસમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર વિસનગર ટાઉન રેલવે સ્ટેશન સામે, સયાજી આશ્રમ સંકુલમાં ચોરી થવા પામી છે. આ તસ્કર ટોળકીએ વણકર બબલદાસ બેચરદાસ ઉર્ફે કવિ બુદ્ધીઘન વિસનગરીના મકાનને નિશાન બનાવી બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં રહેલ તાબા-પિત્તળના વાસણો તથા રોકડ રૂ., 40,000/- મળી કુલ રૂ 78,000/- ની મત્તાની ચોરી કરી શિયાળાની ઠંડીમાં ફરાર થઈ ગયા હતા. જે અંગે વિસનગર પોલીસ ગુનો નોંધી આરોપીઓને શોધવાના કામે લાગી છે.

મહેસાણા જિલ્લામાં બનેલ ક્રાઈમની ટુંકી વિગતો… વાંચો એક ક્લીકમાં

ઊંઝાના વિશોલગામની સીમમાં ગડદાપાટુનો માર માર્યો

ઊંઝા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર ઊંઝાના વિશોળગામની સીમ પીપળાવાળા ખેતરમાં ઠાકોર લાલાજી માલાજીને આરોપીઓ (૧) ઠાકોર જવાનજી બાબુજી (૨) ઠાકોર જોરાજી બાબુજી (૩) ઠાકોર મથુરજી વિસાજી રહે-તમામ વિશોળ તા.ઉંઝાએ ખેતરના શેઢા ઉપરથી નિકળવાની ના કેમ પાડે છે તેમ કહી, ગાળો બોલી તથા લાકડીથી ફરિયાદીની જમણી આંખ ઉપર ઈજા પહોંચાડી ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી પોલીસે એકબીજાની મદદગારી કરવા અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સતલાસણાના અર્બુદા મંદિરમાં રહેલ સોના-ચાંદીના દાગીનાની લૂંટ

સતલાસણા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જીવનધારા ચોકડી નજીક અર્બુદા માતાના મંદીરમાં અજાણ્યા ઇસમોએ ચોકીદાર ઠાકોર વિહાજી ભીખાજીને હથીયારોથી માથા, કપાળ તથા હાથ ઉપર ઇજાઓ પહોંચાડી હતી. મંદીરમાં રહેલ ચાંદીની પાદુકા આશરે બસ્સો ગ્રામ વજનની કિ.રૂ.8,000/- તથા સોનાની નથણી કિ.રૂ.2,000/- તથા મંદીરમાંના ભંડારામાં રહેલ રોકડ રૂ.1,500/- મળી કુલ કિ.રૂ.11,500/-ની મત્તાની લુંટ આચરવામાં આવી છે. જે અંગે કનૈયાલાલ અમથાલાલ જોષીની ફરિયાદ લઈ પોલીસ વધુ તપાસમાં જોતરાઈ છે.

સતલાસણામાં તલવાર અને ચપ્પાના ઘા માર્યા

સતલાસણાની જીવનધારા ચોકડી પાસે આરોપીઓએ તખાજી નાતાજી ઠાકોરને જમીનની બાબતમાં સમાધાન કરવાની વાત કરી હતી. જેથી ફરિયાદી બનાવ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં આરોપીઓએ તખાજીને માથાના ભાગે ચપ્પુ મારી, બરડાના ભાગે તલવાર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ ગડદાપાટુ કરવામાં આવેલ. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ
(૧) ઠાકોર મુકેશજી પ્રતાપજી-ભીમપુર-સતલાસણા (ર) ઠાકોર ભરતજી પ્રતાપજી-ભીમપુર-સતલાસણા  (૩) ઠાકોર વિરાજી પરબતજી, મેત્રાણા તા.સિધ્ધપુર જી.પાટણ (૪) ઠાકોર સરવણજી પરબતજી, મેત્રાણા તા.સિધ્ધપુર જી.પાટણ