ઘરનું ઘર ખરીદવાના સપના જોનારાઓ થઈ જાઓ તૈયાર, RBIએ લોનની મર્યાદા વધારી

અટલ સમાચાર, ડેસ્ક જે લોકો પોતાનું ઘરનું ઘર ખરીદવાના સપના જોઈ બેઠા છે. તેઓ માટે અત્યંત સારા સમાચાર મળી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેંડિંગ હેઠળ હાઉસિંગ લોનની મર્યાદા વધારીને હોમ લોન લેનારાઓને રાહત આપી છે. આરબીઆઈએ બેંકોને સૂચનાઓ આપી છે અને કહ્યું છે કે હવે મેટ્રોપોલિટન સેન્ટર્સ માટે લોન મર્યાદા 35
 
ઘરનું ઘર ખરીદવાના સપના જોનારાઓ થઈ જાઓ તૈયાર, RBIએ લોનની મર્યાદા વધારી

અટલ સમાચાર, ડેસ્ક

જે લોકો પોતાનું ઘરનું ઘર ખરીદવાના સપના જોઈ બેઠા છે. તેઓ માટે અત્યંત સારા સમાચાર મળી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેંડિંગ હેઠળ હાઉસિંગ લોનની મર્યાદા વધારીને હોમ લોન લેનારાઓને રાહત આપી છે. આરબીઆઈએ બેંકોને સૂચનાઓ આપી છે અને કહ્યું છે કે હવે મેટ્રોપોલિટન સેન્ટર્સ માટે લોન મર્યાદા 35 લાખ રૂપિયા હશે. જે શહેરોની વસ્તી 10 લાખ કે તેથી વધુ હશે ત્યાં હોમ લોનની મર્યાદા 35 લાખ રૂપિયાથી વધુ હશે. આ પહેલા મેટ્રોપોલિટન સેન્ટર્સ પર 28 લાખ રૂપિયા સુધીની જ લોન મળતી હતી.

ઘરનું ઘર ખરીદવાના સપના જોનારાઓ થઈ જાઓ તૈયાર, RBIએ લોનની મર્યાદા વધારી

મોટા અને નાના વિસ્તારોની લોન મર્યાદા વધી

આરબીઆઈના આદેશ બાદ મેટ્રોપોલિટન શહેરોમાં રહેતા લોકોને હવે ઘર ખરીદવા માટે 35 લાખ રૂપિયા સુધીની હોમ લોન મળશે. તો અન્ય વિસ્તારો કે જેમની વસ્તી 10 લાખથી ઓછી છે, તેમની માટે આરબીઆઈએ બેંકોને આ મર્યાદા 25 લાખ સુધી કરવાની સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા તે 20 લાખ રૂપિયા હતી.

આ અંગે આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે હોમ લોનની મર્યાદા વધારવા વિશે આ બંને બાબતોમાં ઘરની કુલ કિંમત 45 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એક મહત્વપૂર્ણ જવાબદારી છે જે રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને આપી છે. તમને જણાવી દઈએ કે આ હેઠળ, બેંકોએ તેમના લોનનો એક ભાગ નિર્ધારિત સેક્ટરમાં આપવાનો હોય છે.