વાસ્તવિકતા: ડીજીટલ ગુજરાતમાં આવકના દાખલા કઢાવવા અરજદારોની લાંબી કતારો

અટલ સમાચાર,સાબરકાંઠા સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકા ઓફીસે આવકના તેમજ જાતિના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી જ અરજદારો લાંબી લાઇનો લગાવી રહયા છે. જોકે તંત્ર ઘ્વારા આવકના દાખલા નિકાળવા માટે કોઇ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અરજદારો વહેલી સવારથી ભુખ્યા તરસ્યા લાઇનો લગાવી ઉભા રહે છે ત્યારે કોઇક વાર ઇન્ટરનેટ બંધ હોવાને કારણે, તો કોઇ
 
વાસ્તવિકતા: ડીજીટલ ગુજરાતમાં આવકના દાખલા કઢાવવા અરજદારોની લાંબી કતારો

અટલ સમાચાર,સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકા ઓફીસે આવકના તેમજ જાતિના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી જ અરજદારો લાંબી લાઇનો લગાવી રહયા છે. જોકે તંત્ર ઘ્વારા આવકના દાખલા નિકાળવા માટે કોઇ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અરજદારો વહેલી સવારથી ભુખ્યા તરસ્યા લાઇનો લગાવી ઉભા રહે છે ત્યારે કોઇક વાર ઇન્ટરનેટ બંધ હોવાને કારણે, તો કોઇ વાર સ્ટાફ ઓછો હોવાને કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

પોશીના તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે નવા શૈક્ષણિક સત્રને લઇ અરજદારો આવક તથા જાતિના દાખલા કઢાવવા આવતા હોય છે. તાલુકા કચેરી અને મામલતદાર કચેરીમાં સ્ટાફ ઓછો હોવાને કારણે આવક અને જાતિના દાખલાનું કામ ગોકળગતિએ થઇ રહયુ હોવાની ફરીયાદો અરજદારો ઉઠાવી રહયા છે.

આવક તથા જાતિના દાખલા કઢાવવા માટે આવતા અરજદારો વહેલી સવારથી ભુખ્યા-તરસ્યા લાંબી લાઇનો લગાવતા હોય છે ત્યારે તાલુકાની ઓફીસોમાં તેમના માટે પાણીની કે બેસવા માટેની કોઇ વ્યવસ્થા પણ ન હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. સ્ટાફ ઓછો હોવાને કારણે ગામડાના અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.