રેસિપીઃ લોકડાઉનમા ઘરે બનાવો બજાર જેવો બાજરીનો ટેસ્ટી હલવો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર) ગરમાગરમ બાજરીનો રોટલો તો તમે ખાધો જ હશે. તે શરીરને ગરમી આપવામાં મદદ કરે છે. તો હવે ટ્રાય કરો બાજરીનો હલવો. જે ખાવામાં પણ ટેસ્ટી છે અને શિયાળામાં શરદી અને તાવથી પણ બચાવે છે. સામગ્રી 1 કપ બાજરીનો લોટ 1 કપ ખાંડ 1/2 કપ ધી 15 નંગ કાજુ 2 ટીસ્પૂન
 
રેસિપીઃ લોકડાઉનમા ઘરે બનાવો બજાર જેવો બાજરીનો ટેસ્ટી હલવો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ગરમાગરમ બાજરીનો રોટલો તો તમે ખાધો જ હશે. તે શરીરને ગરમી આપવામાં મદદ કરે છે. તો હવે ટ્રાય કરો બાજરીનો હલવો. જે ખાવામાં પણ ટેસ્ટી છે અને શિયાળામાં શરદી અને તાવથી પણ બચાવે છે.

સામગ્રી

1 કપ બાજરીનો લોટ
1 કપ ખાંડ
1/2 કપ ધી
15 નંગ કાજુ
2 ટીસ્પૂન સુધારેલું નારિયેળ
10 લીલી ઇલાયચીનો ભૂકો
દોઢ કપ પાણી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવવાની રીત

પેનને ગરમ કરો અને એક ચમચી સિવાયનું ઘી ગરમ કરો. તેમાં બાજરીનો લોટ ઉમેરો, મીડિયમ ગેસ રાખો અને તેને શેકો. ઘી અલગ થાય અને લોટ સોનેરી થાય ત્યાં સુધી શેકો, તેમાં સવા કપ પાણી ઉમેરો. તેમાં ખાંડ ઉમેરો અને ચઢવા દો. હલવો ગાઢ થાય એટલે તેમાં કાજુ, કિશમિશ, ઇલાયચી પાવડર અને નારિયેળ ઉમેરી દો. જરૂર પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકાય છે. હલવો તૈયાર છે. તેને એક બાઉલમાં કાઢી લો તેની પર બચેલું ધી નાંખો.