રેકોર્ડઃ નવા વર્ષની શરૂઆતમાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં લોકો ભડક્યાં

અટલ સમાચાર, ડેસ્ક આજે સતત બીજા દિવસે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. આ વધારા બાદ હજે મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 25 પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવ પણ 25 પૈસા પ્રતિ લીટર વધી ગયો. ત્યારબાદ પેટ્રોલ 86.35
 
રેકોર્ડઃ નવા વર્ષની શરૂઆતમાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં લોકો ભડક્યાં

અટલ સમાચાર, ડેસ્ક

આજે સતત બીજા દિવસે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. આ વધારા બાદ હજે મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 25 પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવ પણ 25 પૈસા પ્રતિ લીટર વધી ગયો. ત્યારબાદ પેટ્રોલ 86.35 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. નોંધનીય છે કે, નવા વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સમયાંતરે વધારો થઈ રહ્યો છે. જેને કારણે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ વર્ષે 27 દિવસમાં આમ તો માત્ર 10 દિવસ જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, પરંતુ આ દરમિયાન પેટ્રોલનો ભાવ 2.59 રૂપિયા પ્રતિ લીટર વધી ચૂક્યો છે. આ વર્ષે ડીઝલના ભાવમાં પણ 2.35 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગયો છે. અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

દિલ્હી- પેટ્રોલ 86.35 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 92.86 રૂપિયા અને ડીઝલ 83.30 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 87.69 રૂપિયા અને ડીઝલ 80.08 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 88.82 રૂપિયા અને ડીઝલ 81.71 રૂપિયા પ્રતિ લીટર છે.